બૃજભૂષણ સિંહની જાહેરાત ઃ રાજીનામું આપવા તૈયાર.. પણ ખેલાડીઓ સામે રાખી આ શરત
ભારતીય કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહે શરણ સિંહે શનિવારે મીડિયામાં મોટુ નિવેદન આપતા કહ્યું કે, જાે જંતર-મંતર પર બેઠેલા કુશ્તીબાજાે ધરણા પ્રદર્શન બંધ કરવા માટે રાજી થઈ જાય, તો તેઓ પોતાનું રાજીનામું આપવામાં ખુશી થશે. તેમણે એવું પણ કહ્યું કે, પોલીસે તેમના વિરુદ્ધ બે ફરિયાદ નોંધવાની મંજૂરી આપવા માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી તેઓ ખુશ છે. બૃજભૂષણ વિરુદ્ધ પ્રથમ ફરિયાદ એક સગીર પહેલવાન તરફથી યૌન ઉત્પીડનની ફરિયાદ પર પોસ્કો અધિનિયમ અંતર્ગત નોંધાઈ છે અને બીજી ફરિયાદ અન્ય મહિલા પહેલવાન દ્વારા ફરિયાદથી સંબંધિત છે. બૃજભૂષણ શરણ સિંહે પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું કે “હું નિર્દોષ છું અને તપાસનો સામનો કરવા માટે તૈયાર છું, હું તપાસ એજન્સીઓને સહયોગ કરવા માટે તૈયાર છું. મને ન્યાયપાલિકા પર પુરો વિશ્વાસ છે અને હું સુપ્રીમ કોર્ટના આદેશનું સન્માન કરું છું. રાજીનામું આપવું કોઈ મોટી વાત નથી, પણ હું ગુનેગાર નથી. જાે હું રાજીનામું આપું તો, તેનો અર્થ એ થાય છે કે, મેં તેમના આરોપને સ્વીકારી લીધો છો. મારો કાર્યકાળ લગભગ સમાપ્ત થઈ ગયો છે.
સરકારે ૩ સભ્યોની કમિટી બનાવી છે અને ચૂંટણી ૪૫ દિવસમાં થવાની છે અને ચૂંટણી બાદ મારો કાર્યકાળ સમાપ્ત થઈ જશે.” કુશ્તી મહાસંઘના અધ્યક્ષ અને યૂપીના કૈસરગંજથી ભાજપના સાંસદ બૃજભૂષણ શરણ સિંહે કહ્યું કે, દરરોજ પહેલવાન પોતાની નવી માગ લઈને આવી રહ્યા છે તેમણે ફરિયાદની માગ કરી, ફરિયાદ નોંધાઈ અને હવે તેઓ કહી રહ્યા છે કે મને જેલમાં મોકલી દેવો જાેઈએ અને તમામ પદ પરથી રાજીનામા આપી દેવા જાેઈએ. હું મારા મતવિસ્તારના મતદારોના કારણે સાંસદ છું, વિનેશ ફોગાટના કારણે નહીં. ફક્ત એક પરિવારના સભ્ય અને તેમનો અખાડો મારો વિરોધ કરી રહ્યા છે. હરિયાણાના ૯૦ ટકા ખેલાડી મારી સાથે છે. પહેલવાનોએ ૧૨ વર્ષ સુધઈ કોઈ પોલીસ સ્ટેશન, ખેલ મંત્રાલય અથવા મહાસંઘને ફરિયાદ કરી નહીં. વિરોધ કરતા પહેલા તો તેઓ મારા વખાણ કરતા હતા. મને તેમના લગ્નમાં બોલાવતા હતા. મારી સાથે ફોટો પડાવતા હતા. મારા આશીર્વાદ લેતા હતા. હવે મામલો સુપ્રીમ કોર્ટ અને દિલ્હી પોલીસ પાસે છે અને હું તેમનો ચુકાદો માનીશ. બૃજભૂષણે કહ્યું કે, પહેલવાન જાન્યુઆરીમાં પહેલી વાર ધરણા પ્રદર્શન શરુ કર્યા બાદથી પોતાની માગ બદલી રહ્યા છે, આપને શરુઆતથી જ આંદોલન પર વિચાર કરવો જાેઈતો હતો. તે સમયે માગ હતી કે, ઉહ્લૈં અધ્યક્ષને રાજીનામું આપી દેવું જાેઈએ. ત્યાર બાદ તેમણે યૌન ઉત્પીડનનો મામલો ઉઠાવ્યો. ત્યાર બાદ આ માગ પર સરકારી તપાસની માગ કરી. સરકારે બે સમિતિ બનાવી. તપાસ પુરી થઈ ગઈ હતી. તેમણે સમિતિની તપાસના રિપોર્ટની રાહ ન જાેઈ અને બીજા મુદ્દા પર ધરણા શરુ કરી દીધા. હવે સુપ્રીમ કોર્ટમાં ગયા. જાે તેઓ મારા રાજીનામાથી સંતુષ્ટ થઈ જાય તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું, પણ એક ગુનાહીત વ્યક્તિ તરીકે નહીં.
Recent Comments