બેંકનો કર્મચારી બનીને ગઠિયાએ યુવાનના ૪૦ હજાર પડાવી ગયો
શહેરના ઓઢવ વિસ્તારમાં બેંકમાં છુટ્ટા પૈસા લેવા માટે ગયેલા યુવાનને ગઠિયો ભોળવીને રૂપિયા ૪૦ હજાર પડાવી ગયો છે. ગુરુદ્વારા બસ સ્ટેન્ડ પાસે જૈન એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં નોકરી કરતો રાહુલ ઠાકોર ગઇકાલે રૂપિયા ૪૦ હજાર લઈને ઓઢવ મંગલમ આર્કેડમાં આવેલી એક્સિસ બેંકમાં ૧૦ અને ૨૦ની નોટના છુટ્ટા લેવા માટે ગયો હતો. બેંકમાં ૩૦થી ૪૦ વર્ષનો અજાણ્યો ઈસમ તેમની પાસે આવ્યો હતો અને પોતે બેંકનો જ કર્મચારી હોવાની કહીને કામ અંગે પૂછ્યું હતું.
જાેકે, ફરિયાદીને છુટ્ટા પૈસા લેવાના હોવાથી આ ગઠીયાએ તેમની પાસેથી રૂપિયા ૪૦ હજાર રૂપિયા લઈ જઈને કેશ કાઉન્ટર પર ગયો હતો. જ્યાંથી તે રૂપિયા વીસની જૂની નોટોનું બંડલ લઈને આવતા ફરિયાદીએ તેને જૂની નોટની જરૂર ના હોવાનું કહેતા આ ગઠિયો નવી નોટો લઈ આવવાનું કહી ને ગયો હતો.
જાેકે થોડી વાર બાદ આ ગઠિયો પરત ના આવતા ફરિયાદી કેશ કાઉન્ટર પર તપાસ કરી હતી. જ્યાં આ ગઠિયો મળી આવ્યો ના હતો. બાદમાં તેણે સ્ટાફ ને પૂછતા જાણવા મળ્યું હતું કે, કોઈ ઈસમ દસ હજારના છુટ્ટા લઈને ગયેલ છે.
ફરિયાદીએ બેંકમાં અને બહાર આસપાસમાં તપાસ કરતા આ ગઠિયો મળી આવ્યો ન હતો. જે અંગેની જાણ પોલીસને કરતા પોલીસે હાલમાં આ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Recent Comments