બેંકર્સ સાથેની બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી આર.કે મહેતાની દ્વારા યોજાયેલ બેકર્સ કમિટીની બેઠકમાં એન્યુઅલ ક્રેડીટ પ્લાન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં વાર્ષિક લોન યોજના (Annual Credit Plan) વર્ષ: ૨૦૨૪-૨૫ બુકનુ વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ લક્ષ્યાંક હાંસલ કરવા સૂચનાઓ આપવામાં આવેલ હતી. આ સાથે જ જન સુરક્ષા અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના માટે દરેક ગ્રામ પંચાયતોમાં કેમ્પ કરાવીને પાત્ર વ્યક્તિઓને આ યોજનાનો લાભ આપવા માટે સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી જી. એચ. સોલંકી, ડી.ડી.એમ નાબાર્ડ, નિયામક, આરસેટી, ભાવનગર તેમજ ભાવનગરની બધી જ બેંકના બેંકર્સ મિત્રોએ ભાગ લીધો હતો.
બેંકર્સ સાથેની બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતા દ્વારા એન્યુઅલ ક્રેડીટ પ્લાન બુકનું વિમોચન

Recent Comments