બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લિંક કરાવવા અમરેલી શહેર અને ગ્રામ્ય મામલતદાર દ્વારા અનુરોધ
અમરેલી તાલુકા કક્ષાએથી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) સહિત વિવિધ યોજના અંતગર્ત લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવે છે. આ યોજના અન્વયે સહાય કે પેન્શનની રકમ જે-તે લાભાર્થીના બેંક એકાન્ટમાં સીધી મળી રહે છે. સરકાર દ્વારા આ તમામ યોજનાઓ માટે આધાર બેઇઝ પેમેન્ટ સીસ્ટમથી પેન્શન ચૂકવણી કરવામાં આવે છે. આથી યોજનાકીય સહાયના લાભાર્થીઓને તેમના બેંક એકાઉન્ટમાં સીધી સહાય મેળવવા માટે તે બેંક એકાન્ટ સાથે પોતાનું આધારકાર્ડ લીંક કરવું અનિવાર્ય છે. આથી, તમામ લાભાર્થીઓને પોતાનું આધારકાર્ડ જે-તે બેંક એકાન્ટ સાથે લીંક કરવાની કાર્યવાહી પૂર્ણ કરવા, અમરેલી શહેર અને તાલુકા મામલતદારશ્રી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments