બેંક ઓફ બરોડા નેસડી શાખા દ્વારા ૨૬મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિનની ઉજવણી રૂપે સમાજસેવાર્થે પે સેન્ટર શાળા નંબર ૧ ના તમામ વિદ્યાર્થીઓને આશરે કુલ ૧૦૦૦૦ રૂપિયાની કિંમતની શૈક્ષણિક કીટ જેમાં ધોરણ ૧ થી ૫ ના આશરે ૧૮૦ બાળકોના દેશી હિસાબ પુસ્તક તેમજ મીણીયા કલરનું પેકેટ તેમજ ધોરણ ૬ થી ૮ ના લગભગ ૨૦૦ બાળકોને કલરિંગ પેન તેમજ સ્કેચ પેનના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બધા જ બાળકો આવી સુંદર ભેટ મળવા બદલ ખુશ ખુશાલ થઈ ગયા. આ તકે શાળાના આચાર્યશ્રીએ તેમજ સમગ્ર સ્ટાફે બેંક ઓફ બરોડા નેસડીના મેનેજર શ્રી જાવેદ આલમ તેમજ કલ્પેશભાઈ ચોટલીયાનો અંતઃપુર્વક આભાર વ્યક્ત કરે છે.
બેંક ઓફ બરોડા નેસડી દ્વારા પે સેન્ટર શાળા નંબર ૧ સાવરકુંડલાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ

Recent Comments