બેકરી યુનિટ તેમજ ફૂડ પ્રોસેસિંગ યુનિટનું ઈ-લોકાર્પણ કરતાં સાંસદ શ્રીમતી ડો. ભારતીબેન શિયાળ
મહુવાના સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત “વિશ્વાસ થી વિકાસ યાત્રા” ના કાર્યક્રમમાં ભાવનગર જિલ્લાના સાંસદ શ્રીમતિ ડો. ભારતીબેન શિયાળના વરદહસ્તે શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિશન અંતર્ગત મોટા ખૂટવડા ક્લસ્ટરમાં બોરડી ગામ ખાતે રૂ. ૪.૮૫ લાખના ખર્ચે બેકરી યુનિટ તેમજ રૂ. ૧૯.૪૮ લાખના ખર્ચે સાકારિત થયેલ ફૂડ પ્રોસેસિંગ યુનિટનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સાંસદશ્રીએ મહિલાઓને આર્થિક ઉપાર્જનની આવી પ્રવૃત્તિઓમાં સીધી રીતે સામેલ થવા માટે અને આ માટેની પહેલ કરવા માટે સન્માનિત કરીને અભિનંદન આપ્યાં હતાં.ઉલ્લેખનીય છે કે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગર દ્વારા સાકાર કરવામાં આવેલ આ યોજનાથી ગ્રામીણ મહિલાઓને સ્થાનિક સ્તરે રોજગારીના અવસરો પ્રાપ્ત થશે. આ ઉપરાંત પહેલા રોજગારીના અભાવે ગામ સિવાય અન્યત્ર રોજગારી અર્થે જવું પડતું હતું તે બંધ થશે. તેમજ આવી ગ્રામીણ મહિલાઓને ઘર આંગણે બારેમાસ રોજગારીના અવસરો ઉપલબ્ધ થશે.
Recent Comments