ગુજરાત

બેકાર પતિનું ધ્યાન રાખતી પત્નિની પતિએ કુહાડીના ઘા ઝીંકી હત્યા કરતા ચકચાર

વિજાપુર તાલુકાના ખરોડ ગામે કંગાઈપુરાનાનીમાં રહેતા અને છેલ્લા કેટલાક સમયથી બેકાર ફરતાં પતિનું ધ્યાન રાખવા માટે પાછળ ફરતી પત્નીને પતિએ કુહાડીના ઘા ઝીંકી પતાવી દેતાં ચકચાર મચી જવા પામી હતી. પોતાની પત્નીની ક્રૂર હત્યા કરનાર પતિની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

વિજાપુર તાલુકાના ખરોડ ગામે આવેલાં કંગઈપુરાનાનીમાં ૩૮ વર્ષીય ઠાકોર ડવાજી શંભુજી પોતાની પત્ની અને આજુબાજુમાં તેના અન્ય ભાઈઓ સહિતના પરિવાર સાથે રહે છે. દરમિયાન છેલ્લા કેટલાક સમયથી કડવાજી ઠાકોર કોઈ કામ ધંધો કરતા ન હતા અને પોતાની પત્ની અને પરિવારનું પણ ન માનીને ગામમાં આમ તેમ ભટકતો હતો. જેને લઈ કડવાજી કોઈ અઘટિત પગલું ન ભરે કે માટે તેમની પત્ની કંકુબેન તેમની પાછળ ફરતી હતી. ત્યારે કડવાજી તેની પત્નીને મારી પાછળ પાછળ કેમ ફરે છે. મારી પાછળ આવીશ નહીં, નહીં તો જાનથી મારી નાખીશ તેમ કહેતો.

જે બાદ મોડી રાત્રે કડવાજી અને તેના પત્ની પોતાના સંતાનો સાથે સૂઈ ગયા હતા અને સવારે કડવાજીના ભાઈ અમરતજીએ કંકુબહેનને ભેંસો દોવા માટે વહેલી સવારે જગાડવા ટહૂકો કર્યો હતો પરંતુ તે ઉઠ્યા ન હતા. ત્યારે તેમના પત્ની રઈબેને નજીક જઈ ગોદડી હટાવી ઉઠાવડવાનો પ્રયત્ન કરતાં કંકુબેન લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. કંકુબેનની હાલત જાેઈને લોકોનાં ટોળેટોળાં ઉમટ્યા હતા. જ્યારે કડવાજીની પોલીસે ધરપકડ કરી છે. અને લોહીલુહાણ કુહાડી પણ મળી આવી છે.

Related Posts