ભાવનગર

બેગલેસ ડે અંતર્ગત મોટાઘાણા પ્રાથમિક શાળાના બાળકોએ  વિવિધ સંસ્થાઓની  મુલાકાત લીધી

તળાજા તાલુકાના મોટાઘાણા પ્રાથમિક શાળાના બાળકોએ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તળાજામાં આવેલ વિવિધ સંસ્થાઓ,ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની  મુલાકાત લીધી હતી.  દફ્તર ના  ભાર વગર ના અભ્યાસના આ દિવસે તમામ બાળકોએ  તાલધ્વજ ડુંગર પર ખોડિયાર માતાના દર્શન કરી અને ઐતિહાસિક ગુફાઓ જોઈ હતી. ત્યારબાદ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) તળાજામાં આવેલ દરેક વિભાગની મુલાકાત લઇ અને માહિતી મેળવી હતી. મોડેલ સ્કૂલની મુલાકાત, સરકારી આયુર્વેદિક દવાખાનાની મુલાકાત લઈને બપોરે પાવભાજીનું ભોજન ધનેશ્વર મહાદેવના મંદિરે લીધેલ.ત્યારબાદ પોલીસ સ્ટેશનની મુલાકાત, પોસ્ટ ઓફિસની મુલાકાત તથા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા બેન્કની મુલાકાત કરી હતી. બાળકોને ખૂબ જ મજા આવી. તમામ મુલાકાતોમાં વિવિધ સંસ્થાઓના વડા દ્વારા બાળકોને માર્ગદર્શન અને માહિતી આપવામાં આવેલ અને બાળકોથી ખૂબ જ પ્રભાવિત થયા હતા.

Related Posts