fbpx
અમરેલી

‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત આંતરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે જિલ્લા કક્ષાની કાર્યશાળા યોજાઈ

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અમરેલી દ્વારા તાજેતરમાં અમરેલી સ્થિત મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કુલમાં સવારે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન l-૨૦૨૩’ અન્વયે ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.  પ્રતિવર્ષ ૮ માર્ચના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘આંતર રાષ્ટ્રીય મહિલા દિન’ની ઉજવણી ચોક્કસ થીમ નિયત કરીને કરવામાં આવે છે.

વર્ષ ૨૦૨૨-૨૩ની આંતરરાષ્ટ્રીય મહિલા દિનની થીમ  ‘ડિજિટલ ઑલ: જાતિ સમાનતા માટે શોધ અને ટેકનૉલૉજી’ નિયત કરવામાં આવી હતી.  આંતરરાષ્ટ્રીય મહિલા દિન-૨૦૨૩ અન્વયે ‘બેટી બચાઓ બેટી’ પઢાઓ યોજના અંતર્ગત રોજ જિલ્લા કક્ષાએ વિવિધ વિભાગોના સંકલનમાં રહીને વિભિન્ન કચેરીઓના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. જેમાં મહિલાઓ અને દીકરીઓનાં રોજગાર, મહિલા સ્વાવલંબન યોજના, શક્તિ મેળા, વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના, મફત કાનૂની સહાય અને સલાહનો કાયદો, સાયબર સેફ્ટી,  મહિલાલક્ષી કાયદાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, તથા કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજનાનાં મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, જિલ્લા રોજગાર અધિકારીશ્રી, જિલ્લા લીડ બેંક મેનેજરશ્રી તથા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા પોતાની કચેરીને લગતી મહિલા લક્ષી યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવી હતી, તેમ જિલ્લા મહિલા અન બાળ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts