સાવરકુંડલા શહેરી વિસ્તારમાં ભારતની અગ્રણી રાષ્ટ્રીયકૃત બેન્ક બેન્ક ઓફ બરોડા સાવરકુંડલા શાખા દ્વારા તા. ૨૦/૭/૨૦૨૩ના રોજ બેન્કના ૧૧૬માં સ્થાપના દિન નિમિત્તે વોર્ડ નંબર ૬માં આવેલ દેવીપૂજક વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્રમાં સાવરકુંડલા બેન્ક ઓફ બરોડાના ચીફ મેનેજરશ્રી મિતુલભાઇ સોંદરવા સાહેબ, ઓફિસરશ્રી ગણેશકુમાર, રવિન્દ્રભાઈ તાંબે, રાહુલભાઇ ત્રિવેદીએ આંગણવાડીની મુલાકાત લઇને આંગણવાડીના નાના નાના ભૂલકાઓની વચ્ચે બેન્કના સ્થાપના દિનની ઉજવણી કરેલ અને બાળકોને લંચબોકસ, પાણીની બોટલ, ચોકલેટનું ચિફ મેનેજર સાહેબ દ્વારા વિતરણ કરવામાં આવેલ હતુ.
બેન્ક ઓફ બરોડા સાવરકુંડલા શાખામાં ૧૧૬માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ

Recent Comments