દાંતા તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત રહેતા રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે રાત્રે દાંતા નજીક બારવાસ પાસે બાઈકચાલકનો અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકચાલકને એક બેફામ કારે ટક્કર મારતા બાઈકચાલક બાઈક સાથે રોડ પર પડી જતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જી ઘટના સ્થળેથી કાર લઈ ફરાર થયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. જેથી અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા જાેવા મળ્યા હતા. દાંતા નજીક બારવાસ રોડ પર અકસ્માત સર્જાતા યુવકનું મોત નીપજતા યુવકને પી.એમ. અર્થે દાંતા સિવિલ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
બેફામ કારચાલક બાઈક સવારને ટક્કર મારીને ફરાર; બાઈકચાલકનું ઘટનાસ્થળે થયું મોત

Recent Comments