બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સૌથી જાણીતી અને બેબાક અભિનેત્રી કંગના રનૌત હંમેશા ચર્ચામાં રહે છે. બોલિવૂડને લઈને તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનો ચર્ચાનો વિષય બને છે. જાેકે અભિનેત્રીના પર્સનલ લાઈફની વાત કરીએ તો પહેલા હૃતિક રોશન સાથે કંગનાનું નામ જાેડાઈ ચુક્યુ છે પણ પછીની સ્ટોરી તો દુનિયા જાણે છે. પરંતુ હવે ફરી એકવાર અભિનેત્રીના ડેટિંગની ચર્ચા શરૂ થઈ ગઈ છે કારણ કે અભિનેત્રી એક વિદેશી મિસ્ટ્રીમેનનો હાથ પકડીને ચાલતી જાેવા મળી છે તે બાદ ફેન્સ પુછી રહ્યા છે કે કોણ છે તે યુવક?..
ગઈકાલે રાત્રે કંગના રનૌત મુંબઈના એક સલૂનની ??બહાર જાેવા મળી હતી, પરંતુ તેની સાથે એક વિદેશી મિસ્ટ્રીમેન પણ હતો. બંને હાથ પકડેલા જાેવા મળ્યા, જેને જાેઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. લોકો માને છે કે કંગનાના જીવનમાં પ્રેમ આવી ગયો છે. જાેકે તે યુવક વિદેશી હોવાનું લાગે છે તેમજ તે તેનો ચેહરો હૃતિક રોશન સાથે મળી રહ્યો હોવાની ચર્ચા કરી રહ્યા છે જે બાદ ફેન્સ કંગનાને સવાલ કરી રહ્યા છે કે અભિનેત્રીને હૃતિક રોશન જેવો લુક વારો કોઈ જાેઈતો હતો! કેટલાક લોકોએ પૂછ્યું કે ભારતીય યુવકને પસંદ કેમ ના કર્યો!
કંગના સાથેના આ મિસ્ટ્રીમેન કોણ છે અને ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે કંગના ટૂંક સમયમાં આ સસ્પેન્સ જાહેર કરી શકે છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો આ પોસ્ટ પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, આ કોણ છે? અન્ય એક યુઝરે લખ્યું કે બંને એકસાથે સારા દેખાઈ રહ્યા છે. ત્રીજા યુઝરે લખ્યું કે તમારો બોયફ્રેન્ડ છે? અન્ય યુઝરે લખ્યું કે દીદી જીજા છે ? યુઝર્સ હવે આ પોસ્ટ પર આવી કોમેન્ટ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મિસ્ટ્રી મેન સાથે તેણીનો દેખાવ લોકોના મનમાં સવાલો ઉભા કરી રહ્યો છે.
Recent Comments