fbpx
અમરેલી

બેરોજગાર યુવાનો વિરોધી છે આ બજેટ : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

તાજેતર માં જ કેન્દ્ર સરકારના નાણાંમંત્રી દ્રારા બજેટ બહાર પાડવામાં આવેલ તેમાં ગામડાના વિકાસ માટે કે ગરીબ લોકો માટે કે ખેડુતો માટે કે શિક્ષિત બેરોજગાર યુવાનોના વિકાસ માટે કોઈ જ જોગવાઈ કરવામાં આવેલ નથી, માત્રને માત્ર પાંચ ઉદ્યોગપતિઓને લાભ થાય તેવી રીતે આ બજેટ બનાવીને રજુ
કરવામાં આવ્યું છે, આ બજેટમાં દેશની મહામુલી સંપતિ વેચવાની વાત સિવાય કઈ જ નવીન નથી સાઈનિંગ ઈન્ડીયાની વાત કરતી આ ભારતીય જનતા પાર્ટી સેલીંગ ઈન્ડીયા ઉપર આવીને ઉભી રહી ગઈ છે, આજે સમગ્ર ભારત દેશમાં દિવસે ને દિવસે ગામડા ભાંગતા જાય છે ગરીબ લોકો દિવસે ને દિવસે વધુ ગરીબ બનતા જાય છે આજે સમગ્ર દેશના ખેડુતો પાયમાલ થયા ગયા છે, પોષણક્ષમ ભાવ મળતા નથી, દેશના શિક્ષિત યુવાનને રોજગારી મળતી નથી તથા મોંઘવારીને નાથવા માટેના કોઈ જ ઉપાય આ બજેટમાં જોવા મળતા નથી તથા ગરીબોને ગરીબી રેખાની બહાર લાવવા માટેની કોઈ જ જોગવાઈ આ બજેટમાં દેખાતી નથી, તથા કોરોના જેવી ભયંકર મહામારી સામે લડવા માટે આરોગ્યલક્ષી કોઈ જોગવાઈ જોવા મળતી નથી, વગેરે જેવી વિકટ સમસ્યાઓનો કોઈ જ હલ આ બજેટમાં જોવા મળતો નથી. જેથી કરીને આ બજેટને અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરીએ વખોડી કાઢયું છે.

Follow Me:

Related Posts