બે ગુનાઓમાં સંડાવાયેલો નીતિન કોટવાણી આપમાં જાેડાતાં વિવાદ
કોરોનામાં ડુપ્લિકેટ સેનેટાઈઝર બનાવવાના ગુનામાં સંડોવાયેલા તેમજ સાંકરદામાં નકલી સિરપની આડમાં દારૂ બનાવવાના કેસમાં ઝડપાયેલા નામચીન નીતિન કોટવાણીને વડોદરા આમ આદમી પાર્ટીમાં સામેલ કરાતાં વિવાદ થયો છે. ગણેશોત્સવમાં યોજાયેલા ડાયરાના કાર્યક્રમમાં તેઓ આપમાં જાેડાયા હતા. સાંકરદા પાસે દુર્ગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપની આડમાં દારૂ બનાવી વેચાણ કરવાના બનાવમાં નીતિન કોટવાણીની પોલીસે ધરપકડ કરી હતી. તે અગાઉ કોરોનામાં ડુપ્લિકેટ સેનિટાઈઝર બનાવવાના કેસમાં ઝડપાયો હતો.
ગુનાહિત ભૂતકાળ ધરાવતા નીતિન કોટવાણી આમ આદમી પાર્ટીમાં જાેડાતાં ચર્ચા ફેલાઇ છે. આમ આદમી પાર્ટીના પીન્ટલ રામીએ ગોરવામાં યોજાયેલા એક કાર્યક્રમમાં નીતિન કોટવાણીને આપની ટોપી પહેરાવી હતી. આ અંગે પીન્ટલ રામીને પૂછતાં તેઓએ જણાવ્યું કે, ગોરવા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ગણેશ ઉત્સવમાં યોજાયેલા ડાયરાના કાર્યક્રમમાં દિવ્ય ભાવના મંડળ ગ્રૂપે અમને ફોન કર્યો કે અમારા ગ્રૂપે આપમાં જાેડાવું છે. તેથી ત્યાં ગયા હતા. આપમાં અન્ય લોકો સાથે નીતિન કોટવાણી પણ જાેડાયો હતો. તેને કોઈ સભ્યપદ અપાયું નથી કે તેનાં બેનર લાગ્યાં નથી.
Recent Comments