ગુજરાત

બે દિકરીઓનાં બાપે સાળી પર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધો જસદણમાં ૧૭ વર્ષની સગીરા પર દુષ્કર્મનાં બનાવથી અરેરાટી

જસદણથી એક શરમજનક બાબત સામે આવી છે. કેમ કે, જસદણમાં ૧૭ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, કૌટુંબિક બનેવી દ્વારા લાલચ આપીને કિશોરી પર અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા સગીરાનું સમગ્ર મેડિકલ ચેકઅપ હાથ ધરવામાં આવ્યું હતું. જ્યારે આ તપાસમાં સામે આવ્યું છે કે, કિશોરીને છ મહિનાનો ગર્ભ રહેલો છે.

તેની સાથે જણાવી દઈએ કે, અંતે સગીરા દ્વારા બાબત પોતાના પિતાને જણાવવામાં આવી હતી. ત્યાર બાદ તરત જ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો અને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે જાણકારી સામે આવી છે કે, આરોપી દ્વારા વર્ષ ૨૦૨૨ થી અવારનવાર સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવતું રહેતું હતું. ત્યાર બાદ આ મામલામાં પોલીસ દ્વારા આરોપી ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. એવામાં પોતાની સાળી પર દુષ્કર્મ આચરનાર બે દિકરીઓનો બાપ રહેલો છે. સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસ દ્વારા થોડા જ સમયઅંતરમાં ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ કરીને પોલીસ દ્વારા સખ્ત પૂછપરછ આચરવામાં આવી હતી. આરોપીનું નામ કિશન ચાવડ હોવાનું સામે આવ્યું છે.

Related Posts