બે દિવસની રાહત બાદ ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ
દેશમાં સામાન્ય માણસ આજે કોરોનાવાયરસ મહામારી સામે લડી રહ્યો છે, ત્યારે હવે જે રીતે પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધી રહ્યા છે તે જાેતા મોંઘવારી સામે પણ લડવાનું બાકી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. જણાવી દઇએ કે, બે દિવસની રાહત આપ્યા બાદ તેલ કંપનીઓએ સોમવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો કર્યો છે.
પેટ્રોલ ૨૬ પૈસા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે, બીજી તરફ ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર ૩૩ પૈસાનો વધારો થયો છે. આપને જણાવી દઈએ કે, શુક્રવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પેટ્રોલ ૨૮ પૈસા અને ડીઝલનો ભાવ ૩૧ પૈસા પ્રતિ લીટર, જ્યારે ગુરુવારે પેટ્રોલનાં ભાવમાં ૨૫ પૈસા અને ડીઝલનાં ભાવમાં ૩૦ પૈસાનો વધારો થયો હતો. જણાવી દઇએ કે, દરરોજ સવારે ૬ વાગ્યે નવી કિંમતો બહાર પાડવામાં આવે છે. જાે કે રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ.૧૦૨ સુધી પહોંચી ગયો છે, અહી છેલ્લા ઘણા સમયથી એક જ રેટ ફિક્સ છે.
દેશમાં આજે કોરોનાકાળમાં સામાન્ય માણસને મોંઘવારીનો માર સહન કરવાનો સમય આવી ગયો છે. આજે બે દિવસની રાહત બાદ ફરી પેટ્રોલમાં ભાવ વધારો થયો છે. જણાવી દઇએ કે, દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ ૯૧.૫૩ રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં ૯૭.૮૬ રૂપિયા પ્રતિ લિટર, કોલકતામાં ૯૧.૬૬ રૂપિયા પ્રતિ લિટર, ચેન્નાઈમાં ૯૩.૬૦ રૂપિયા પ્રતિ લિટર, બેગલુરુંમાં ૯૪.૫૭ રૂપિયા પ્રતિ લિટર, ભોપાલમાં ૯૯.૫૫ રૂપિયા પ્રતિ લિટર, લખનઉમાં ૮૬.૫૬ રૂપિયા પ્રતિ લિટર, પટનામાં ૯૩.૭૭ રૂપિયા પ્રતિ લિટર છે.
બે દિવસની રાહત બાદ ફરી ડીઝલમાં ભાવ વધારો થયો છે. જણાવી દઇએ કે, દિલ્હીમાં ડીઝલનો ભાવ ૮૨.૦૬ રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં ૮૯.૧૭ રૂપિયા પ્રતિ લિટર, કોલકતામાં ૮૪.૯૦ રૂપિયા પ્રતિ લિટર, ચેન્નાઈમાં ૮૬.૯૬ રૂપિયા પ્રતિ લિટર, પટનામાં ૮૭.૨૭ રૂપિયા પ્રતિ લિટર, લખનઉમાં ૮૨.૪૩ રૂપિયા પ્રતિ લિટર, ચંડીગઢમાં ૮૧.૭૩ રૂપિયા પ્રતિ લિટર છે.
Recent Comments