રાષ્ટ્રીય

બે દોસ્તોએ પોતાના દોસ્તને દારુ પીવડાવવા માટે એવી શરત લગાવી કે, થોડીવારમાં મોત થયું

બે દોસ્તોએ પોતાના દોસ્તને દારુ પીવડાવવા માટે એવી શરત લગાવી કે, થોડી વારમાં જ તેનું મોત થઈ ગયું. એટલું જ નહીં તેના મોત બાદ તેના ખિસ્સામાં રાખેલા રૂપિયા વહેંચી લીધા અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પરિવારના લોકોએ તેને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો, પણ ત્યાં સુધીમાં તો તેના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમને જેલમાં મોકલી દીધા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ મામલો આગરાના તાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

મૃતકના ભાઈ સુખવીરે જણાવ્યું કે, ૮ ફેબ્રુઆરીએ તેના ભાઈ જયસિંહ પુત્ર ચરણ સિંહ નિવાસી ધાંધુપુરાને તેના બે મિત્ર ભોલા અને કેશવે ૧૦ મીનિટમાં ત્રણ ક્વાર્ટર દેશી દારુ પીવડાવ્યો. જય સિંહને દારુ એવી રીતે પીવડાવ્યો કે, તેની તબિયત ખરાબ થઈ ગઈ અને તેનું મોત થઈ ગયું. તેના ખિસ્સામાં રાખેલા ૬૦ હજાર રૂપિયા પણ ઉઠાવી લીધા અને અંદરોઅંદર વહેંચી લીધા. મૃતકના ભાઈ સુખવીરે જણાવ્યું કે, તેનો ભાઈ જયસિંહ ઈ રિક્ષા ચલાવતો હતો. ગાડીનો હપ્તો જમા કરવા માટે પોતાના ઘરેથી ૬૦ હજાર રૂપિયા લઈને નીકળ્યો હતો. રસ્તામાં તેને કેશવ અને ભોલા મળી ગયો. બંનેએ તાજગંજના શિલ્પગ્રામ પાર્કિંગ નજીક જબરદસ્તી દારુ પીવડાવ્યો. જેની જાણકારી તેમને પ્રત્યક્ષદર્શીઓએ આપી હતી.

તેમણે જણાવ્યું કે, થોડા સમય પહેલા કેશવને તેના ભાઈ સાથે ઝઘડો થયો હતો. તેનો બદલો લેવા માટે તેના ભાઈને મારી નાખ્યો. સુખવીરે જણાવ્યું કે, તેની ફરિયાદ પર પોલીસે ભોલા અને કેશવની ધરપકડ કરી. બંને ને કસ્ટડીમાં રાખ્યા છે. ૧૧ ફેબ્રુઆરીએ પોલીસે બંને વિરુદ્ધ હત્યાનો કેસ નોંધી જેલમાં મોકલી દીધા. એસીપી અર્ચના સિંહે જણાવ્યું કે, પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જયસિંહને વધારે પડતો દારુ પીવડાવ્યો હતો. દારુમાં કંઈક ભેળવીને પીવડાવી દીધું. હાલમાં તપાસ થઈ રહી છે, તપાસ બાદ રિપોર્ટ સામે આવશે.

Follow Me:

Related Posts