સમગ્ર વિશ્વમાં લેબગ્રોન ડાયમંડની માંગ વધી રહી છે. જેના કારણે સુરતના હીરા ઉદ્યોગકારોને તેનો લાભ થઈ રહ્યો છે. જીજેઈપીસી દ્વારા એપ્રિલ અને મે મહિનાના એક્સપોર્ટના આંકડા જાહેર કરાયા હતાં. જેમાં ૨૦૨૧ના એપ્રિલ-મે માસમાં લેબગ્રોન ડાયમંડ ૧૬૪.૫૨ યુએસ મિલિયન ડોલર (૧૨૮૨ કરોડ રૂપિયા)ના એક્સપોર્ટ થયું હતું અને ૨૦૨૨ના એપ્રિલ- મે મહિનામાં ૩૨૫.૪૫ યુએસ મિલિયન ડોલર (૨૫૩૯ કરોડ રૂપિયા)નું એક્સપોર્ટ થયું હતું. આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં ૯૭.૮૨ ટકાનો વધારો થયો હતો. જ્યારે નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં માત્ર ૦.૫૨ ટકાનો જ વધારો થયો હતો.
ગત વર્ષ એટલે કે, વર્ષ ૨૦૨૧-૨૨માં કટ એન્ડ પોલિશ્ડ હીરાનું એક્સપોર્ટ ૪૨૨૬.૮૨ યુએસ મિલિયન ડોલર થયું હતુ. જ્યારે વર્ષ ૨૦૨૨માં ૪૨૪૮.૮૨ યુએસ મિલિયન ડોલર થયું હતું. આમ ગત વર્ષના એપ્રિલ અને મે મહિનાની સરખામણીમાં આ વર્ષે ૦.૫૨ ટકા જ એક્સપોર્ટમાં વધારો થયો હતો. ૨૦૨૧ના એપ્રિલ-મે માસમાં લેબગ્રોન ડાયમંડ ૧૬૪.૫૨ યુએસ મિલિયન ડોલરના એક્સપોર્ટ અને અને ૨૦૨૨ના એપ્રિલ- મે મહિનામાં ૩૨૫.૪૫ યુએસ મિલિયન ડોલરનું એક્સપોર્ટ થયું હતું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લેબગ્રોન ડાયમંડના એક્સપોર્ટમાં ૯૭.૮૨ ટકાનો વધારો થયો હતો. નેચરલ ડાયમંડના એક્સપોર્ટમાં માત્ર ૦.૫૨ ટકાનો જ વધારો થયો હતો.
Recent Comments