બે મહિલાઓની બાથંબાથીનો વિડીયો થયો વાયુવેગે વાયરલ, એકબીજાને માર્યા લાફા

હાલમાં જ બેંગ્લુરુમાં એક રિટેલ આઉટલેટ પર આયોજિત એક સાડી સેલ ઈવેન્ટ દરમિયાન બે મહિલાઓમાં ભયંકર ઝઘડો થયો. બંને મહિલાઓની આ બાથંબાથી કેમેરામાં કેદ થઈ ગઈ અને પછી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. એક કપડાંના વેપારીએ પોતાના વાર્ષિક ડિસ્કાઉન્ટ સેલ લગાવ્યું તે દરમિયાન આ ઘટના ઘટી. વેપારી પોતાના સ્ટોર પર પ્રસિદ્ધ મલ્લેશ્વરમ રેશમ સાડીઓનો સ્ટોક ઓછા ભાવે ડિસ્કાઉન્ટ સાથે વેચી રહ્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં મહિલાઓનું ટોળું સ્ટોરમાંથી સાડીઓની ખરીદી કરતું જાેવા મળે છે. મહિલાઓ આ સ્ટોરમાં સિલ્કની સાડીઓ લેવા માટે પહોંચી હતી. આ બધા વચ્ચે બે મહિલાઓ વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. બંને પોતે પસંદ કરેલી સાડી છોડવા માટે તૈયાર નહતી. આજુબાજુના લોકો તેમને લડતા જાેઈને દંગ રહી જાય છે. પહેલા તો બંને મહિલાઓ વચ્ચે શાબ્દિક બોલાચાલી શરૂ થઈ અને પછી તે હાથાપાઈમાં ફેરવાઈ ગઈ. બંને મહિલાઓ ખુબ ગુસ્સામાં જાેવા મળી રહી હતી. એકબીજાની પીટાઈ કરવા લાગી. પહેલી મહિલાએ બીજી મહિલાના વાળ ખેંચ્યા તો બીજી મહિલાએ તરત તેના વાળ પકડી લીધા. લડાઈ એટલી વધી ગઈ કે કંટ્રોલ કરવો ભારે પડી ગયો. ટિ્વટર યૂઝર આર વૈદ્ય દ્વારા પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં સાડીની ખરીદી કરતી વખતે બે મહિલાઓ ગુસ્સામાં બોલાચાલી કરતી જાેવા મળી રહી છે. સુરક્ષા ગાર્ડ દ્વારા તેમને અલગ કરવાની પૂરી કોશિશ છતાં મહિલાઓએ એકબીજાને મારવાનું ચાલુ રાખ્યું. ઘટના સમયે દુકાનમાં ખુબ ભીડ હતી. આ ઘટનાના વીડિયોને ટિ્વટર પર એક લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે. જેને ૧૦૦૦થી વધુ લાઈક્સ મળ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોએ આ ઘટના અંગે પોતાના પ્રતિભાવ પણ આપ્યા. એક યૂઝરે લખ્યું કે ‘મને આ જાેવામાં મજા પડી. જે સાડી ખરીદી રહ્યા હતા તેઓ અચાનક ઝઘડો જાેવામાં રસ લેવા લાગ્યા કે શું થઈ રહ્યું છે.’ એક અન્ય યૂઝરે લખ્યું કે ‘દેખાડે છે કે તેમની સાડીઓની કેટલી માંગ છે. આ વીડિયોને એક જાહેરાત તરીકે દેખાડી શકાય છે.’
Recent Comments