રાની કમલાપતિ રેલવે સ્ટેશન મધ્ય પ્રદેશનું પ્રથમ વિશ્વ સ્તરીય સુવિધા ધરાવતું રેલવે સ્ટેશન છે. જેને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ(પીપીપી) મોડ હેઠળ પુનઃવિકસિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ ભોપાલ અને મધ્ય પ્રદેશની સાથે સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ઇતિહાસ અને વૈભવશાળી ભવિષ્યના સંગમનો દિવસ છે. ભારતીય રેલવેનું ભવિષ્ય કેટલુ આધુનિક અને ઉજ્જવલ છે તેનું પ્રતિબિંબ ભોપાલના આ આધુનિક રેલવે સ્ટેશન પરથી જાેવા મળશે. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભોપાલના આ રેલવે સ્ટેશનનું ફક્ત પુનઃવિકાસ થયું નથી પણ રાણી કમલાપતિનું નામ આનાથી જાેડાવાથી તેનું મહત્ત્વ વધી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં પુનઃવિકસિત કરાયેલા રાની કમલાપતિ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ રેલવે સ્ટેશન અગાઉ હબીબગંજના નામથી ઓળખાતું હતું. ભોપાલના ગોંડ સામ્રાજયની રાણીના નામ પરથી તાજેતરમાં જ રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું હતું. રિનોવેશન દરમિયાન આ રેલવે સ્ટેશનમાં વિશ્વ સ્તરની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. ઉદ્ઘાટન પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે આ રેલવે સ્ટેશનમાં એરપોર્ટ જેવી આધુનિક સુવિધાઓ વિક્સિત કરવામાં આવી છે. આ રેલવે સ્ટેશનમાં આધુનિક શૌચાલય, ગુણવત્તાયુક્ત ભોજન, હોટેલ, હોસ્પિટલ, સ્માર્ટ પાર્કિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વીઆઇપી કલ્ચરમાં ઇપીઆઇ(એવરી પર્સન ઇઝ ઇમ્પોર્ટન્ટ) કલ્ચરની શરૃઆત થઇ ગઇ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ રેલવે સ્ટેશનની જેમ જ દેશના અન્ય ૧૭૫ રેલવે સ્ટેશનોનું પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. ભારતીય રેલવે આગામી બે વર્ષમાં ૭૫ વંદે ભારત ટ્રેન ચાલુ કરવામાં આવશે.
બે વર્ષમાં ૭૫ વંદે ભારત ટ્રેન ચાલુ કરવામાં આવશે

Recent Comments