ગુજરાત

બોખીરામાં મકાનમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવતા મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો

પોરબંદરના બોખીરા વિસ્તારમાં એક રહેણાંક મકાને એલસીબીએ દરોડો પાડી મકાન માંથી વિદેશીદારૂની ૧૮૦ બોટલ મળી આવતા કુલ રૂ. ૬૪,૮૦૦ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો. પોરબંદરના મૂળ ખારવાવાડ અને હાલ બોખીરા વિસ્તારમાં આવેલ મારુતિનગર ૨મા રહેતો સની મનસુખ ગોહેલના રહેણાંક મકાને વિદેશી દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ બાતમીના આધારે એલસીબી પીએસઆઇ એન.એમ.ગઢવીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે આ સ્થળે દરોડો પાડતા મકાન માંથી વિદેશીદારૂની ૧૮૦ નંગ બોટલ મળી આવતા પોલીસે કુલ રૂ. ૬૪,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી સની મનસુખ ગોહેલને ઝડપી લીધો હતો અને આરોપીની પૂરછપરછ કરતા આ દારૂનો જથ્થો ઓડદર ગામનો કાના રાણા છેલાણા આપી ગયો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને સામે ગુન્હો નોંધી વધુ તપાસ માટે ઉધોગનગર પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.

Related Posts