બોટાદના રાણપુર તાલુકાના ઉમરાળા ગામે યુવતીના આપઘાત કેસમાં મહત્વનો ખુલાસો થયો છે. વિજય નામના યુવકના કારણે યુવતીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આપઘાતના બે દિવસ બાદ મૃતક યુવતીની સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે મૃતક યુવતી ધોરણ ૮માં અભ્યાસ કરતી હતી તે સમયથી લઈ વિજય નામનો શખ્સ તેને હેરાન કરતો હતો. એટલું જ નહીં વિજય તેના ઘરની બાજુમાં રહેતો હોવાથી વારંવાર યુવતીના ઘરે જતો હતો અને પ્રેમ માટે દબાણ કરતો હતો. વિજય વારંવાર પ્રેમ કરવા દબાણ કરતો હોવાથી યુવતીએ કોલેજ સમયે પ્રેમનો સ્વીકાર કર્યો હતો. મૃતક યુવતી અને યુવક ઘણા સમયથી પ્રેમ સંબંધમાં હતા. સાથે જ લાંબા સમયથી બંને પ્રેમમાં હોવાનો પણ ઉલ્લેખ છે. પરંતુ પ્રેમ બાદ યુવક વિજયની અન્ય જગ્યાએ સગાઈ થતાં યુવતીને લાગી આવ્યું હતું અને મોતને વ્હાલું કર્યું હતું. તો બીજી તરફ સુસાઇડ નોટ મળી આવ્યાં બાદ મૃતક યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. રાણપુર પોલીસે કલમ ૩૦૬ મુજબ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદના ઉમરાળા ગામે આપઘાતના બે દિવસ બાદ મૃતક યુવતીની સુસાઇડ નોટ મળી

Recent Comments