તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં દિવ્યાંગ વિદ્યાર્થીની માટે પ્રોત્સાહન કાર્યક્ર્મ યોજાયો હતો. બોટાદની મોડેલ સ્કૂલનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની ધોરિયા છાયાબેન જન્મથી બંને હાથે દિવ્યાંગ છે. છતાં આત્મવિશ્વાસ અને અડગ મનોબળથી પોતાનાં પગથી ભોજન લેવું, લેસન કરવું, પાણી પીવું, ચિત્રો દોરવા. મહેંદી મૂકવી વગેરે પ્રવુત્તિ કરે છે. શાળાની શુભેચ્છા મુલાકાતથી અન્ય બાળકો માટે તેઓએ પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. છાયા બેન માટે ગણેશ શાળા પરિવાર તરફથી હંમેશા સાથ સહકાર મળતો રહેશે.તેમની સાથે આવેલા તેમનાં માતા પિતા, અને તેમની શાળાના શિક્ષકે રાજીપો વ્યક્ત કર્યો હતો.
બોટાદની મોડેલ સ્કૂલની દિવ્યાંગ વિદ્યાર્થીનીએ ગણેશ શાળા ટીમાણાની શુભેચ્છા મુલાકાત લીધી

















Recent Comments