fbpx
ભાવનગર

બોટાદમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના રાક્ષસ સમાન પૂતળું બનાવી દહન કરાયું

વિજયાદશમી દશેરા નિમિત્તે અધર્મ પર ધર્મના વિજય સાથે અસત્ય પર સત્યના વિજય સાથે અલગ અલગ જગ્યા પર રાવણનું પૂતળા દહન કરવામાં આવતું હોય છે. ત્યારે આજે બોટાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રમેશ મેર તેમજ બોટાદ શહેર કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસ સમિતિના કાર્યકરો તેમજ આગેવાનો દ્વારા બોટાદ શહેરના દિન દયાલ ચોક ખાતે એકત્રિત થઈ મોંઘવારીના રાક્ષસ સમાન પૂતળું બનાવી પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પૂતળા દહન સમયે કોંગ્રેસના કાર્યકરો તેમજ આગેવાનો દ્વારા મોંઘવારી મુદ્દે સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા જાહેર માર્ગ પર પૂતળા દહન કરતા પોલીસ પણ પૂતળા દહન રોકવાના પ્રયાસ સાથે ત્યાં પહોંચી અને કોંગ્રેસ દ્વારા સળગાવવામાં આવેલ પૂતળાને ઠારવા પ્રયત્ન કર્યો હતો.

Follow Me:

Related Posts