બોટાદ ખાતે તુરખા રોડ ઉપર આવેલા ગોપાલ નગર નામના વિસ્તારમાં હાલમાં મોબાઈલ ટાવર ઉભો કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જેની સામે આ વિસ્તારના રહીશોનો વિરોધ છે. તેઓ જણાવે છે કે, આ મોબાઈલ ટાવર ઉભો થવાથી રેડીએશન વધે છે, બાળકોને, વૃદ્ધોને ભવિષ્ય તકલીફ પડે તેમ છે. તેમજ કુદરતી આફત સમયે જાે ટાવર પડે તો જાનહાની થાય તેમ છે. તેમજ આ ટાવર નિયમ વિરુદ્ધનો બનાવવામાં આવેલો છે તેવું તેઓએ જણાવ્યું હતુ. આ મોબાઈલ ટાવર અમારા રહેણાંકી વિસ્તારમાં ન બનવો જાેઈએ તેવી માગ સાથે આજરોજ આ વિસ્તારના નાગરિકોએ બોટાદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતુ. વધુમાં તેઓએ જણાવેલ કે, જાે અમારા આ મોબાઇલ ટાવરના પ્રશ્ન અંગે કોઈ ચોક્કસ નિરાકરણ નહીં આવે તો, નાછુંટકે અમારે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે
બોટાદમાં ગોપાલ નગરના રહીશોએ મોબાઈલ ટાવરને લઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું

Recent Comments