બોટાદ તાલુકાના સરવા ગામ પાસે આવેલ પેટ્રોલપંપ પાસે બાઇક અને ફોરવ્હીલ વચ્ચે અકસ્માતમા બાઇક ચાલક વીછીયા તાલુકાના ઓરી ગામન યુવકનુ મોત નિપજ્યુ હતુ જયારે એક મહિલાને ઇજા હોચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી.
વિંછીયા તાલુકાના ઓરી ગામના ધીરૂભાઇ ગોહિલ અને તેમના પત્નિ બન્ને બાઈક લઇને તા.૬/૨ના રોજ બપોરે બુબડી ગામે લગ્ન પ્રસંગમા જઇને ઘરે પરત આવતા હતા તે દરમિયાન બોટાદ તાલુકાના સરવા ગામથી વિછીયા તરફ પેટ્રોલ પંપ પાસે ફોરવ્હીલ નં. જી.જે. ૧૬ બી.એન.૧૯૪૭ અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમા મોટરસાઇકલ ચાલક ધીરૂભાઇ ગોહિલને માથાના ભાગે ગંભીર ઇજાેઓ પહોચતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ.
જયારે તેમના પત્નિને નાની મોટી ઇજાઓ પહોચતા વીછીયા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. આ બનાવની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે પહોચી બનાવની પાળીયાદ પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્ર પ્રકાશભાઇ ધીરૂભાઇ ગોહિલ (રહે.ઓરી તા.વિછીયા)એ પાળીયાદ પોલીસ સ્ટેશનમા ફોરવ્હીલ કાર ચાલક અમીત આશારામ ત્યાગી (રહે. ભરૂચ) વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં પત્નિની નજર સામે જ પતિનું મોત થયું હતું.
Recent Comments