બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે બોટાદ શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે મુખ્યમંત્રીના હસ્તે ૨૯૭.૫૬ કરોડના કામોનું ઇ-લોકાર્પણ, ઇ-ખાતમુહૂર્ત તેમજ ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા, સાંસદ ભારતી શિયાળ સહિત ધારાસભ્યો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યાં હતા. બોટાદ શહેરમાં રાજ્યકક્ષાના ૭૪માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે. જેના ભાગરૂપે આજરોજ બોટાદ શહેરના માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા, સાંસદ ભારતી શિયાળ, ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયા તેમજ ભાજપના આગેવાનો અને અધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો.
મુખ્યમંત્રી અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. તેમજ મુખ્યમંત્રીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના વિકાસ માટે મુખ્યમંત્રીના હસ્તે ૨૯૭.૫૬ કરોડના કામોનું ઇ-લોકાર્પણ, ઇ-ખાત મુહૂર્ત તેમજ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના રમતવીરો માટે ૧૫.૪૭ કરોડના ખર્ચે બનનાર સ્પોર્ટ્સ સંકુલનું મુખ્યમંત્રી એ ઇ-ખાત મુહૂર્ત કર્યું હતું. આજના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતા.
Recent Comments