બોટાદ થી અમદાવાદ વચ્ચે નવી બ્રોડગેજ લાઇન પર લાંબા સમયથી માલગાડી દોડાવવામાં આવી રહી છે અને હજુ સુધી કોઈ સમસ્યા સપાટી પર આવી નથી. પરંતુ રેલવે સેફટીની કમિશનરના લોથલ ગાંધીગ્રામ વચ્ચેના ઇન્સ્પેક્શન કામ બાકી હોવાને કારણે મુસાફર ટ્રેન ચલાવી શકાતી નથી. જાે આ કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે તો ભાવનગર થી અમદાવાદ વચ્ચે ઇન્ટરસિટી ટ્રેન દોડાવી શકાય તેમ છે. અને ભાવનગરથી ઉપડતી લાંબા અંતરની ટ્રેનો અને સમય ઈંધણની બચત પણ થઈ શકે તેમ છે
.ી આ અંગે ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર કોમર્શિયલ મેનેજર માશુક એહમદે જણાવ્યું હતું કે, બોટાદ થી અમદાવાદ વચ્ચેનું ગેજ કન્વર્ઝનનું કામ પૂર્ણ થઇ ચૂકયું છે, પરંતુ લોથલથી ગાંધીગ્રામ વચ્ચે રેલવે સેફટી કમિશનરનું ઇન્સ્પેક્શન બાકી છે જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવી શકે છે.બોટાદ થી અમદાવાદ વચ્ચે નવી બ્રોડગેજ લાઇનનું ગેજ કન્વર્ઝનનું કામ લાંબા સમયથી પૂર્ણ થઈ ગયું હોવા છતાં, નાના નાના કામો આટોપી લેવામાં રેલ તંત્ર આળસ અનુભવી રહ્યું હોવાને કારણે હજુ પણ નવા ટ્રેક પર મુસાફર ટ્રેન દોડાવી શકાતી નથી. બોટાદ થી લોથલ વચ્ચેનું લાઈનનું રેલવે સેફટીની કમિશનર દ્વારા કામ પૂર્ણ કરવામાં આવેલ છે પરંતુ લોથલથી ગાંધીગ્રામ વચ્ચેનું ઇન્સ્પેક્શન હજુ પણ બાકી હોવાથી તેને લીલી ઝંડી મળી શકતી નથી.
Recent Comments