બોટાદ શહેરના જવાહર નગર ખાતેની પટેલ સમાજની વાડી ખાતે આજરોજ તારીખ ૧૮ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ સાંજના સમયે શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામના સંસ્થાપક પૂજ્ય સદગુરુ શાસ્ત્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીની ભવ્ય સત્સંગ સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો સત્સંગ સભાનું શ્રવણ કરવા ઉમટ્યા હતા. શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા સૌપ્રથમ વખત સ્વામીનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં શાકોત્સવ ઉજવાયો હતો. જે પરંપરા યથાવત્ જાળવી રાખી અને એ જ પ્રકારે બોટાદ ખાતે પણ ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો. ત્યારે ભાવિકોએ આ શાકોત્સવ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ દિવ્ય શાકોત્સવ અને સત્સંગ સભામાં મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ, પુરુષો, સંતો અને સાંખ્યયોગી બહેનો ઉમટી પડ્યા હતા. સત્સંગ સભાનો લાભ લઈ અને શાકોત્સવ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી અને આશીર્વાદ મેળવ્યા હતા.
બોટાદ ખાતે લોયાધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભવ્ય સત્સંગ સભા સાથે શાકોત્સવ યોજાયો

Recent Comments