બરવાળા દીવાની અને ફોજદારી કોર્ટમાં બાર એસોસીએશનની ૧૦મી વખત ચૂંટણી યોજાઈ હતી. સતત ૧૦મી વખત ચૂંટણી થઈ બિનહરીફ સર્વાનુમતે સતત ૧૦મી વખત પ્રમુખપદે કમલેશ રાઠોડની વરણી કરાઈ હતી. નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. હોદ્દેદારોએ બાર એસોસીએશનના તમામ વકીલોનો માન્યો આભાર હતો. બોટાદ જિલ્લાના બરવાળા ખાતે આવેલી દીવાની અને ફોજદારી કોર્ટ ખાતે દર વર્ષે ડિસેમ્બર મહિનાના બીજા શુક્રવારે યોજાનારી બાર એસોસીએશનની ચૂંટણી અંતર્ગત બરવાળા બાર એસોસીએશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ બાર એસોસીએશનના સભ્ય વકીલો હાજર રહ્યાં હતા અને આ ૧૦મી વખત ચૂંટણી યોજાઈ રહી હતી.
જેમાં ગત ૯ ટર્મની જેમ ૧૦મી ટર્મમાં પણ ચૂંટણી સર્વાનુમતે બિનહરીફ થઇ હતી. સતત બિનહરીફ પ્રમુખ તરીકે કમલેશ રાઠોડ તેમજ ઉપપ્રમુખ કિરીટસિંહ રાઠોડ અને સેક્રેટરી પદે અશોક ચાવડા અને ખજાનચી પદે પ્રવિણ સતાણીની સહિતના બાર એસોસીએશનના અલગ અલગ હોદ્દાઓ પર સર્વાનુમતે વરણી કરાઈ હતી. સતત ૧૦ ટર્મથી એડવોકેટ કમલેશ રાઠોડ બરવાળા બાર એસોસીએશનના પ્રમુખ પદે સર્વાનુમતે બિનહરીફ ચૂંટાઈ આવી રહ્યા છે. ત્યારે આજે ૧૦મી વખત બરવાળા બાર એસોસીએશનના પ્રમુખ પદે ચૂંટાઈ આવતા સૌ બાર એસોસીએશનના વકીલો દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોને ફૂલહાર કરવામાં આવ્યા હતા અને નવનિયુક્ત હોદ્દેદારોએ સૌ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Recent Comments