fbpx
ભાવનગર

બોટાદ તેમજ અન્ય અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુ ની સહાય

ધૂળેટીના તહેવાર બાદ બોટાદ જિલ્લાના સેંથળી ગામના ૪ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયાં હતાં. આ હતભાગી બાળકો કેનાલમાં નાહવા પડેલા અને તે દરમિયાન આ ચાર માસુમ બાળકોનાં મોત થયાં હતાં. પૂજ્ય મોરારીબાપુએ આ ચાર બાળકો નાં પરિજનો પ્રત્યે સંવેદના દર્શાવી પ્રત્યેક બાળક દીઠ રૂ ૧૧ લેખે કુલ મળીને રુપિયા ૪૪ હજારની સહાય અર્પણ કરી છે. આ સિવાય તળાજા તાલુકાના સાંકડાસર ગામે એક યુવકનું પાણીની કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું તેના પરિજનોને પણ રૂપિયા 11000 ની સહાયતા રાશિ અર્પણ કરેલ છે. એ ઉપરાંત વડોદરા જિલ્લાના પાદરા ખાતે અને સુરત ખાતે પણ કુલ ત્રણ વ્યક્તિઓ અકસ્માતમાં મૃત્યુ પામી છે જેમના પરિજનોને પણ સહાયતા રાશિ પહોંચતી કરવામાં આવી રહી છે. 

       અકસ્માતની વિવિધ ઘટનાઓમાં માર્યા ગયેલાઓ પ્રત્યે સંવેદના દર્શાવી પૂજ્ય મોરારીબાપુ એ તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરેલ છે. પૂજ્ય બાપુ દ્વારા જે આર્થિક સહાય અર્પણ કરવામાં આવે છે તે અકાળ અવસાન પામતી વ્યકિતઓ માટે ની તેમની ઉંડી સંવેદનશીલતા દર્શાવે છે. ગત દિવસોમાં મહુવા તાલુકાના ગામોમાં પણ આ પ્રમાણે સહાયતા રાશિ અર્પણ કરી છે. 

તેમ મહુવાથી જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે

Follow Me:

Related Posts