બોટાદ શહેરમાં સગીર યુવતીનો આપઘાત, પોલીસ ૪ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી શોધખોળ શરૂ કરી

બોટાદમાંથી એક હેરાન કરી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે જેમાં સગીર યુવતી અને તેનો પિતા શહેરના હરણકુઈ વિસ્તારમાં રહે છે. સગીર યુવતીના પિતા ચમનભાઈ જકશીભાઈ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ઘરની આસપાસ વિપુલ ધુઘાભાઈ જીલીયા નામનો યુવાન વારંવાર આંટાફેરા મારતો હતો. આથી સગીરાના પિતાએ યુવકના પિતા સાથે વાત કરી. તેમણે કહ્યું કે તમારા દિકરાને સમજાવા મારા ઘર પાસે કારણવગર આંટા ના મારે. પિતા સુધી વાત પંહોચતા યુવક ગુસ્સે થયો અને સગીરાના પિતા સાથે ઝગડો કરી મારી નાખવાની ધમકી આપી. યુવક અને પિતાનો ઝગડો જોઈ સગીરા વધુ મુંઝાઈ ગઈ હતી અને સગીર યુવતીને વધુ લાગી આવતા તેણે ઝેરી દવા પીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
યુવકની ધમકીથી સગીરા ડરી ગઈ અને ૧૧મેના રોજ ઝેરી દવા પી લેતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી. જ્યાં સારવાર દરમ્યાન તેનું ૧૪મેના રોજ મૃત્યુ થયું. પુત્રીનું મોત થતા પિતાએ બોટાદ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે ચાર શખ્સ વિપુલ ઘુઘા જીલીયા, ઘુઘાભાઈ જીલીયા, રવજીભાઈ ગડાભાઈ, મફો રામુભાઈ વિરુદ્ધ ૫૦૪, ૫૦૬ કલમ મુજબ હેઠળગુનો દાખલ કર્યો હતો. પોલીસ તમામ આરોપીઓને શોધવા ચક્રોગતિમાન કર્યા છે. પોતાની લાડલી દિકરીનું મોત થતા પિતાએ આરોપીને પકડ ફાંસી લગાવવાની માંગ કરી.
Recent Comments