બોટાદ સમન્વય સંકુલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન
બોટાદમાં આવેલા સમન્વય સંકુલમાં તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજયો. વિદ્યાર્થીઓમાં અભ્યાસકાળ દરમ્યાન તેમનામાં રહેલી આગવી શક્તિ અને કઈ નવું કરવાની વૃતી તેમનામાં વિકસે તે માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ લોક ઉપયોગી થઈ શકે તેવા આયોજન સાથેની તેમની કૃતિ અને આવડતના કારણે વિજ્ઞાન મેળામાં ટેકનોલોજી અને રમકડાં મુખ્ય વિષય રહ્યો હતો. જેના ભાગરૂપે વિધાર્થીઓએ પોતાની આગવી ઓળખ રજૂ કરી હતી. બોટાદ તાલુકાના સમન્વય સંકુલ ખાતે તાલુકા કક્ષાના યોજાયેલ વિજ્ઞાન મેળામાં ટેકનોલોજી અને મુખ્ય રમકડાં વિષય અંતર્ગત ૧૦૦ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ૫૦ જેટલી અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર તમામ શાળાને મોમેન્ટ તેમજ બાળકોને માર્ગદર્શન આપનાર તમામ શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ.
Recent Comments