ગુજરાત

બોડી ફિટનેસ મિસ્ટર વર્લ્ડ એવોર્ડ મેળવનાર મનોજ પાટીલે કહ્યું,“સારા સ્વાસ્થ માટે તળેલા જંક-ફૂડથી દૂર રહો”

બોડી ફિટનેસમાં મિસ્ટર વર્લ્ડ, મિસ્ટર એશિયા ઉપરાંત મિસ્ટર ઓલિમ્પિયામાં સિલ્વર મેડલ હાંસલ કરનાર મનોજ પાટીલ ગાંધીનગરનાં મહેમાન બન્યા હતા. તેમણે તંદુરસ્ત સ્વાસ્થ માટે આજના યુવાનોને ટિપ્સ આપતાં કહ્યું હતું કે, તળેલા અને જંક ફૂડથી દૂર રહી વિટામિન્સ મિનરલ્સથી ભરપૂર હોય એવા શાકભાજી અને ફળફળાદિનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આજ કાલની ભાગદોડમાં વાળી જીવન શૈલીનાં કારણે લોકોની લાઈફસ્ટટાઈલમાં બદલાવ આવી ગયો છે. નિયમિત કસરતનાં અભાવે મેદસ્વીતાનું પ્રમાણ પણ ખુબજ વધી રહ્યું છે કેમકે લોકો પોતાની હેલ્થ પ્રત્યે જાગૃત રહેતા નથી. જાે કે કોવિડ – ૧૯ પછી લોકો સ્વાસ્થ્યને લઈને જાગૃત થતાં અદ્યતન ટેક્નોલોજી વાળા જિમ તરફ આકર્ષિત થયાં છે.

ગાંધીનગરના સરગાસણ બી પલ્સ જીમનાં ઉદ્‌ઘાટન પ્રસંગે બોડી ફિટનેસમાં મિસ્ટર વર્લ્ડ, મિસ્ટર એશિયા ઉપરાંત મિસ્ટર ઓલિમ્પિયામાં સિલ્વર મેડલ હાંસલ કરનાર મનોજ પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મનોજ પાટિલે જણાવ્યું હતું કે, ગાંધીનગરના યુવાનો પોતાને તંદુરસ્ત રાખવા સવારના સમયમાં યોગા અને જિમ કરી શરીર સ્વસ્થ રહે છે. જેને ધ્યાનમાં રાખી ગાંધીનગર સરગાસણ ખાતે બી પલ્સ જીમનું લોકાર્પણ કરવામાં આવેલ છે. સરગાસણ ખાતે અત્યાધુનિક સાધનોથી સજજ જીમની બનાવવામાં આવ્યું છે.

કોરોના સમયમાં લોકોની ઇમ્યુનિટી ઓછી હોવાથી લોકો કોરોના જેવી બીમારીનો શિકાર થયા હતા અને તેના કારણે યુવાનો પણ મોતને ભેટ્યા હતા ત્યારે યુવાનોને ઇમ્યુનિટી સારી હશે તો ખરાબ વાયરસની અસર માણસ ઉપર પડશે નહિ જેથી ઇમ્યુનિટી વધારવા માટે સવાર સવારમાં જિમ કરવા સ્વાસ્થ્ય માટે લાભકારી છે. તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે નિયમિત વિટામિન્સ મિનરલ્સથી ભરપૂર લીલા શાકભાજી અને ફળફળાદિનું સેવન લાભદાયી છે. તેમજ તળેલા અને જંક ફૂડથી દૂર રહેવું જાેઈએ. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડો. બીમલ મોદીએ જણાવ્યું હતું કે દેશમાં લોકો જિમ સાથે સંકળાતા જાય છે અને જિમ એક જીવનનો ભાગ બની ગયો છે.અને શરીરને સ્વસ્થ રાખવા માટે જિમ કરવું જરૂરી છે.બિમલ મોદીએ જણાવ્યું હતું કે જિમ કરતા લોકોને શરીરના કોઈ પણ ભાગે ક્રેક થાય છે તો રિકવર પણ જલ્દી જ આવે છે.

Related Posts