બોમ્બે હાઈકોર્ટના જજે સેવાનિવૃત્તિના ૨૯ મહિના પહેલા ભરી અદાલતમાં રાજીનામું આપી દીધુ
બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ રોહિત બી દેવે શુક્રવાર (૪ ઓગસ્ટ) એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. બોમ્બે હાઈકર્ટની નાગપુર બેંચના જસ્ટિસ રોહિત દેવે ખુલી અદાલતમાં રાજીનામું આપી દીધું. આ સાથે તેમણે રાજીનામું આપવા માટે અદાલતમાં માફી પણ માંગી હતી. તેમણે કહ્યું કે તેમના મનમાં કોઈ પ્રત્યે કઠોર ભાવના નથી અને જાે તેમણે કોઈને ઠેંસ પહોંચાડી છે તો તેનું દુખ છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં બેઠેલા જસ્ટિસ રોહિત દેવ એ બેંચમાં હતા જેણે ગયા વર્ષે પ્રોફેસર જીએન સાઈબાબાને માઓવાદી લિંક કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. બાદમાં, સુપ્રીમ કોર્ટે આ ર્નિણયને સ્થગિત કરી દીધો અને મામલો અન્ય બેંચને મોકલવાનો આદેશ આપ્યો. હાલમાં જસ્ટિસ રોહિત દેવની આગેવાનીવાળી એક પીઠે સમૃદ્ધિ એક્સપ્રેસવે પરિયોજના પર કામ કરનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી દંડાત્મક કાર્યવાહીને રદ્દ કરવા માટે મહારાષ્ટ્ર સરકારને અધિકાર આપનાર એક સરકારી પ્રસ્તાવ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જસ્ટિસ રોહિત દેવને ૨૦૧૭માં બોમ્બે હાઈકોર્ટની બેંચમાં ઉન્નત કરવામાં આવ્યા હતા. ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક પહેલા તેઓ રાજ્યના એડવોકેટ જનરલ હતા. તેમણે બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચમાં એડિશનલ સોલિસિટર જનરલ તરીકે પણ કામ કર્યું છે. જસ્ટિસ દેવનો જન્મ ડિસેમ્બર ૧૯૬૩માં થયો હતો અને તેમણે જૂન ૨૦૧૭માં ન્યાયાધીશ તરીકે બઢતી મેળવતા પહેલા મહારાષ્ટ્રના એડવોકેટ જનરલ અને નાગપુરમાં એડિશનલ સોલિસિટર-જનરલ તરીકે સેવા આપી હતી. તેઓ ડિસેમ્બર ૨૦૨૫માં નિવૃત્ત થવાના હતા.
Recent Comments