fbpx
રાષ્ટ્રીય

બોમ્મઈ શિંદે વચ્ચે ટેલીફોન પર વાત, સરહદી વિસ્તારમાં શાંતિ-કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ કરી

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કાલે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી. બંને મુખ્યમંત્રી આ વાત પર સહમત હતા કે, સરહદી વિસ્તારમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવી જાેઈએ. જ્યારે સીએમ બોમ્મઈએ કહ્યું કે, સરહદના મુદ્દા પર તેમના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ એક ટિ્‌વટમાં કહ્યું કે, અમે બંને એ વાત પર સહમત હતા કે, બંને રાજ્યમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. તેમણે કહ્યું કે, કર્ણાટક અને મહારાષ્ટ્રના લોકો વચ્ચે સદ્ભાવ છે.

સીએમ બોમ્મઈએ કહ્યું ક, જ્યાં સુધી કર્ણાટકની સરહદ સાથેની વાત છે, તેમના વર્તનમાં કોઈ ફેરફાર આવ્યો નથી અને તેના માટે કાયદાકીય લડાઈ સુપ્રીમ કોર્ટમાં લડવામાં આવશે. આ અગાઉ સીએમ બોમ્મઈએ શિવસેનાના પ્રમખ ઉદ્ધવ ઠાકરે પર વળતો જવાબ આપ્યો હતો. બોમ્મઈએ કહ્યું કે, તેમની સરકાર આગામી ચૂંટણીને ધ્યાને રાખી સરહદ મુદ્દો નહીં ઉઠાવે. બોમ્મઈએ કહ્યું કે, છેલ્લા કેટલાય વર્ષોથી મહારાષ્ટ્ર આ એક મુદ્દા પર બની રહ્યું છે. આ કર્ણાટકનો મુદ્દો નથી. મામલો સુપ્રીમ કોર્ટમાં છે. અમારો કેસ સંવિધાન અનુસાર છે અને અમને કાયદાકીય લડાઈ જીતવાનો વિશ્વાસ છે. તેમણે કહ્યું કે, અમે સરહદ અને લોકોની રક્ષા કરવા માટે કટિબદ્ધ છીએ. અમારી સરકાર મહારાષ્ટ્ર, તેલંગણા અને કેરલમાં રહેતા કન્ન઼઼ડ લોકો માટે ચિંતિત છે.

અહીં ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રે ભાષાના આધાર પર બેલગાવી પર દાવો કર્યો છે, જે તત્કાલિન બોમ્બે પ્રેસીડેન્સીનો એક ભાગ રહ્યો છે. તે સમયે બેલગાવી હાલના સમયમાં કર્ણાટકનો સૌથી મોટા જિલ્લામાંથી એક છે. કાલે કોલ્હાપુર શિવસેના જિલ્લાધ્યક્ષ વિજય દેવાને નિપ્પાની બોર્ડરથી કર્ણાટકમાંથી ઘુસવાની કોશિશ કરી હતી. તેને મહારાષ્ટ્ર પોલીસે ધરપકડ કરી લીધી છે. તેમને અને તેમના સમર્થકોને મહારાષ્ટ્રના એ મંત્રીઓ વિરુદ્ધ નારેબાજી કરી હતી, જે બેલગાવી આવવામાં નિષ્ફળ રહ્યા હતા. સરહદી કર્ણાટક અને બેલગાવી પોલીસે ભારે પોલીસ સુરક્ષા ત્યાં તૈનાત કરી દીધી છે.

Follow Me:

Related Posts