બોરસદ તાલુકાના બોચાસણ ગામે રહેતી પરિણીતાને દહેજ માટે પતિ સહિત સાસરિયાએ છેલ્લા આઠ વર્ષથી શારીરિક માનસિક ત્રાસ આપી મારઝુડ કરી હતી. આ અંગે પરિણીતાએ બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે સાસરિયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોચાસણ સ્વામિનારાયણ મંદિર પાછળના ભાગે રહેતા હિતેશ કાન્તીભાઈ મકવાણાના લગ્ન આઠેક વર્ષ પહેલા થયાં હતાં. શરૂઆતમાં શાંતિથી ચાલેલા આ લગ્ન જીવનમાં આ આઠ વર્ષ દરમિયાન પતિ પત્નીને અવાર-નવાર દહેજ માટે મ્હેંણા ટોણા મારતો અને ત્રાસ આપતો હતો. આ દરમિયાન ૨૨મી જૂન, ૨૨ના રોજ કોઈ અગમ્ય કારણસર પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને પત્નીને તાડુકયો કે, તું તારા પિયરમાંથી શું લાવી છે ? તારા પિતાએ અમને શું આપ્યું છે ? તેમ કહી ઝઘડો કરી પત્નીને મારમાર્યો હતો.
આ ઉપરાંત અન્ય સાસરિયાઓએ પણ ભારે બોલાચાલી કરી પરિણીતા સાથે ઝઘડો કરી ત્રાસ આપ્યો હતો. આ મારઝુડથી કંટાળી પરિણીતા પિયર આવી ગઈ હતી. આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસ મથકે હિતેશ મકવાણા ઉપરાંત કાન્તીભાઈ મકવાણા, કોકીલાબહેન મકવાણા, જ્યોતિબહેન મકવાણા સામે ફરિયાદ નોંધાઈ છે. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.


















Recent Comments