ગુજરાત

બોરસદ ૧૯.૭૦ લાખનું વીજ બિલ ન ભરતી બોરસદ પાલિકાનું કનેક્શન કાપવામાં આવ્યું

બોરસદ નગરપાલિકાનું વીજ બિલ બાકી હોઈ વીજ વિભાગ દ્વારા સ્ટ્રીટ લાઈટનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. જેને લઇ શહેરમાં અંધારપટ છવાઈ ગયો છે. બોરસદ નગરપાલિકાના વોટર વર્કસ વિભાગના ૨ કરોડ,૫૮ લાખ અને સ્ટ્રીટ લાઈટના ૧૯.૭૦ લાખનું વીજ બિલ બાકી છે. જે બાબતે વિજ તંત્રએ નગરપાલિકાને અનેક વખત લેખિત તેમજ મૌખિક જાણ કરી નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં આજ દિવસ સુધી બાકી લેણી રકમ ભરપાઈ કરવામાં આવી ન હતી. જેને લઇ વીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરીને શહેરની સ્ટ્રીટ લાઈટનું જાેડાણ કાપી નાખવામાં આવતા શહેરમાં અંધારપટ છવાઈ ગયો છે.

બોરસદ પાલિકામાં છેલ્લા ચાર માસથી વહીવટદાર હોવા છતાં પ્રાંત અધિકારી નગરપાલિકાની ડામાડોળ સ્થિતિને સુધારી શક્યા નથી તેમજ ટેક્ષની વસુલાત પણ કરાવી શક્યા નથી જેને લઇ પાલિકા પાસે વીજ બિલ ભરવા નાણાં ના હોઈ આખરે સ્ટ્રીટ લાઈટનું જાેડાણ કપાઈ ગયું છે આમ વહીવટદારની નિષ્ક્રિયતાથી શહેરીજનોને અંધારા ઉલેચવાનો વારો આવ્યો છે. વીજ કંપની દ્વારાબોરસદ નગરપાલિકાનું સ્ટ્રીટ લાઈટનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું ત્યારે બોરસદના ધારાસભ્ય અને હાલ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી દ્વારા પણ દરમિયાનગીરી કરવામાં આવતા અડધો કલાકની અંદર રાતોરાત વીજ કનેક્શન પરત જાેડી દેવામાં આવ્યા હતા.

Follow Me:

Related Posts