જામકંડોરણાના બોરીયા ગામે જીઆઇડીસી વિસ્તારમાં રૂરલ એલસીબી ટીમે જૂગાર રમતાં મહિલા સહિત સાત શખ્સને રૂ. ૩ લાખ ૩૮ હજારના મુદામાલ સાથે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન તળે રૂરલ એલસીબી ટીમના પીઆઈ વી.વી ઓડેદરા, પીએસઆઇ રાણા તથા પોલીસ સ્ટાફના મહેશ જાની, અનીલ ભાઈ ગુજરાતી, શક્તિસિંહ જાડેજા તથા કોશીકભાઈ સહિતના પોલીસ સ્ટાફે બાતમીના આધારે જામકંડોરણાના બોરિયા ગામે જીઆઇડીસીમાં દરોડો પાડીને જુગાર રમતાં એક મહિલા સહિત સાત શખ્સ ને રૂ ૩ લાખ૩૭ હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા જેમાં જેન્તી ધૂસા દૂધાત્રા, હીરેન ચદૂભાઈ, વિજયભાઈ ખાનપરા, મેરામણ સામત ભાઈ , રાકેશભાઈ નરોતમ ભાઈ , પરબત બચૂભાઈ , વાલીબેન પરબત ભાઈને રોકડ રકમ રૂ ૧લાખ ૧૭હજાર સહિત મોબાઈલ-૭, મોટરકાર સહિત કુલ રૂપિયા ૩ લાખ ૩૭ હજારના મુદામાલ સાથે ઝડપી પાડીને જામકંડોરણા પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.રૂરલ પોલીસના ઓચિંતા દરોડાથી જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી અને નાના એવા ગામમાં જુગારના દરોડાએ ચકચાર જગાવી છે.
બોરીયા ગામેથી ૭ જુગારીઓને ૩ લાખ ૩૮ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

Recent Comments