પરીક્ષાએ વિદ્યાર્થી જીવનનો એક મહત્વનો ભાગ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ પરીક્ષાથી ડરતા કે ભાગતા હોય છે. વિદ્યાર્થીઓનાં આ ડરને દૂર કરવા માટે નવચેતન વિદ્યાલય ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ભાવેશભાઈ હિરપરા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારનું આયોજન Focus CA Institute દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ કઈ રીતે તૈયારી કરીને સારામાં સારું પરિણામ મેળવી શકે તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે પરીક્ષાની તૈયારી કરવાની વિશિષ્ઠ પદ્ધતિઓ વિશે વાત કરવામાં આવી હતી, જેનાથી વિદ્યાર્થીઓના રિઝલ્ટમાં 5% થી લઈને 25% સુધીનો સુધારો થઈ શકે છે.
બોર્ડની પરીક્ષાની તૈયારી બાબતે માર્ગદર્શન સેમિનાર



















Recent Comments