બોલિવૂડ

બોલિવુડના ટોપ એક્ટર્સ પર ભડક્યા પ્રકાશ ઝા, કહ્યું-‘સ્ટાર્સ ગુટખા વેચી રહ્યા છે’

ફિલ્મમેકર અને પ્રોડયૂસર પ્રકાશ ઝા પોતાના બિંદાસ અંદાજ માટે જાણીતા છે. પ્રકાશ ઝાના દિલમાં જે પણ હોય છે, તે ખુલ્લી રીતે કહી દે છે. તે પોતાના અનેક ઇન્ટરવ્યૂમાં કહી ચૂક્યા છે કે, તેણે A લિસ્ટર્સ એક્ટર્સની ડેટ મેળવવામાં કેટલી મુશ્કેલી થાય છે. હવે પ્રકાશ ઝાએ ઇન્ડસ્ટ્રીના ટોપ એન્ડ લીજેન્ડરી એક્ટર્સ પર નિશાનો સાધ્યો છે.

પ્રકાશ ઝાએ એક્ટર્સ વિશે શું કહ્યું?

પ્રકાશ ઝાએ TOI સાથેના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘આવા 5-6 એક્ટર્સ રહ્યા છે, આ એક્ટર્સની કંડીશન જુઓ. આ લોકો મારી ફિલ્મોમાં કેમ કામ કરશે, જ્યારે તેમણે 50 કરોડ રૂપિયા ગુટખાની એડવર્ટાઈઝમેન્ટ કરીને મળી જાય છે. આ એક્ટર્સ ગુટખા વેચી રહ્યા છે. શું તમે વિચારી શકો છો કે, આ ટોપ અને લીજેન્ડરી એક્ટર્સ શું કરી રહ્યા છે?’પ્રકાશ ઝાએ આગળ કહ્યું કે, ‘અમે લોકેશનના શોધમાં એક સ્કૂલમાં ગયા હતા. સ્કૂલના પ્રિન્સિપલે મને કહ્યું કે, મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે લોકો શું કરી રહ્યા છો? અમારા શાળાના બાળકો ગુટખા ખાતા પકડાયા છે. લખનૌ, પ્રયાગરાજ અને મુગલસરાયથી થઈને ઉત્તર ભારતમાં ફરો, મોટા-મોટા હોર્ડિંગ લાગ્યા છે, જ્યાં આપણા બધા મોટા સ્ટાર્સ તમામ પ્રકારના ગુટખા (તંબાકુ) અને પાન મસાલા વેચી રહ્યા છે. સ્કૂલના પ્રિન્સિપલ અનુસાર, મોટા-મોટા સ્ટાર્સે પાન મસાલાને એન્ડોર્સ કરવાના કારણે બાળકોને ખરાબ આદતો લાગી રહી છે.’

ફિલ્મોના ખરાબ કન્ટેન્ટ માટે પ્રકાશ ઝાએ કોણે ગણાવ્યું જવાબદાર?

ફિલ્મોના ખરાબ ક્વોલિટી વિશે વાત કરતા પ્રકાશ ઝાએ કહ્યું કે, ‘સ્ટાર્સ ફિલ્મોના કન્ટેન્ટ સાથે સંબંધ ધરાવશે જ નહીં, જ્યારે તેમણે ખબર છે કે, તેમને 4 ફિલ્મો સાઈન કરીને 400 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.’

પ્રકાશ ઝાએ આગળ કહ્યું કે, ‘જો કે, એક એક્ટર કન્ટેન્ટ પ્રોડ્યૂસ નથી કરતો. આ એક રાઈટર અને ડિરેક્ટરનું કામ છે. જો રાઈટર અને ડિરેક્ટર સમય લે છે, તો તે ખૂબ જ સારું બનાવી શકે છે.’

પ્રકાશ ઝાએ પોતાના ઇન્ટરવ્યૂમાં ક્યાં એક્ટર્સ પર ટીકા કરી છે, આ તો તે જ જણાવી શકે છે, પણ પ્રકાશ ઝાએ બિંદાસ રીતે પોતાની વાત બધાની સામે રાખી છે. તેમજ, પ્રકાશ ઝાની વાત કરવામાં આવે તો, તેણે હાલમાં જ ‘મટ્ટો કી સાઈકલ’ ફિલ્મ બનાવી છે.  જે 16 સપ્ટેમ્બરે રીલિઝ થઇ ચૂકી છે.

Follow Me:

Related Posts