બોલિવૂડ

બોલિવૂડના બેસ્ટ કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ માતા-પિતા બની ગયાઅભિનેત્રી દીપિકા પાદુકોણ માતા બની ગઇ, દીપિકાએ એક બાળકીને જન્મ આપ્યો

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલિવૂડના બેસ્ટ કપલમાંથી એક છે. બંને ઘણા મહિનાઓથી તેમના પ્રથમ સંતાનને લઈને ઉત્સાહિત હતા અને હવે સમય આવી ગયો છે કે તેઓ માતા-પિતા બની ગયા છે. બાળકના આગમન પહેલા, બંનેને તેમની લક્ઝરી કારમાં મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં પહોંચતા જાેવામાં આવ્યા હતા, જેને સતત નજર રાખનારા પાપારાઝી દ્વારા નજર હેઠળ રાખવામાં આવ્યા હતા. જે બાદ હવે અભિનેત્રી એ બાળકીને જન્મ આપ્યોનું પ્રખ્યાત પાપારાઝીએ ખુલાસો કર્યો હતો. ફૈટ્ઠિઙ્મ હ્વરટ્ઠઅટ્ઠહૈ એ હાલ ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કર્યો છે અભિનેત્રીએ બાળકીને જન્મ આપ્યો છે. ગણેશ ચતુર્થીના શુભ દિવસે દીપિકાએ એક બાળકીને જન્મ આપ્યો છે. જાે કે હજુ સુધી રણવીર સિંહ કે દીપિકા પાદુકોણે બાળકીના જન્મ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. હાલમાં, આ દંપતીએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી અને તેથી ચાહકો તેમની જાહેરાતની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેન્સ માટે સારા સમાચાર છે. જે ક્ષણની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા તે આવી ગઈ છે. અભિનેત્રી માતા બની છે. દીપિકાએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે. દીપિકા પાદુકોણે ડિલિવરી કરી છે અને હવે દીપવીર પેરેન્ટ્‌સ બની ગયો છે. બોલીવુડના કોરીડોરમાં હવે ખુશીનો માહોલ છે. ગઈ કાલે સાંજે આ દંપતી હૉસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે પાપારાઝીઓએ તેને પકડી લીધો હતો. વર્ષની શરૂઆતમાં દીપિકા પાદુકોણે બધાને ખુશખબર શેર કરી હતી કે તે માતા બનવાની છે. લગ્નના ૬ વર્ષ બાદ દીપિકા-રણવીર બાળકીના માતા-પિતા બની ગયા છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ કપલને અભિનંદન આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સૂત્રોનું માનીએ તો દીપિકાએ સી-સેક્શન દ્વારા પુત્રીને જન્મ આપ્યો છે. દીપિકા-રણવીરે પોતાના બાળકના સ્વાગત માટે ગણેશ ચતુર્થીનો દિવસ પહેલેથી જ પસંદ કરી લીધો હતો.

Related Posts