અમિતાભ બચ્ચને ગુરુવારે કોવિડની વેક્સીન લગાવી છે. તેમણે સો.મીડિયા પર આ જાણકારી પોતાના ચાહકો સાથે શેર કરી છે. તેમણે પોતાના સ્વાસ્થ્ય વિશે પણ વિસ્તારથી જણાવ્યું. બિગ બીએ જણાવ્યું, તેમના પરિવારે પણ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લઈ લીધો છે.
અમિતાભે ટિ્વટરમાં લખ્યું, આજે બપોરે લાગી ગઈ છે. બધું બરાબર છે. જ્યારે તેમણે પોતાના બ્લોગ દ્વારા આ એક્સપીરિયન્સ વિશે વાત કરી છે. તેમણે જણાવ્યું, કાલે પરિવાર સાથે કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. રિઝલ્ટ પણ આવી ગયો. બધાં નેગેટિવ છે. માટે વેક્સિન લઈ લીધી છે. માત્ર અભિષેક સિવાય બધાંને વેક્સીન લાગી ગઈ છે. તે હાલ બીજી જગ્યાએ છે. જલ્દી લગાવી લેશે. એકટરનું આ ટિ્વટ વાયરલ થઈ રહ્યું છે. ફેન્સ તેમની તબિયતને લઈને હંમેશા ચિંતામાં રહે છે. એવામાં તેમણે વેક્સીન લગાવી લેવાના સમાચાર રાહતના સમાચાર છે.
Recent Comments