બોલિવૂડના દિવંગત એક્ટર ઈરફાન આપણી વચ્ચે નથી. પરંતુ, તેમની ફિલ્મો દ્વારા તેઓ આજે પણ તેમના ચાહકોના દિલમાં જીવંત છે. આજે આ અભિનેતાનું નામ માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે. તેણે પોતાના અભિનયના દમ પર એક અલગ જ સ્થાન હાંસલ કર્યું હતું, પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવાની તેની સફર સરળ ન હતી. ચાલો જાણીએ એક્ટરના જીવન સાથે જાેડાયેલી કેટલીક રસપ્રદ વાતો. આજે અભિનેતા ઈરફાન ખાનની પુણ્યતિથિ છે. આ દિવસે ઈરફાને આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી. પોતાના અભિનય માટે દરેક લોકોના વખાણ સાંભળનાર ઈરફાન ખાન ક્યારેય અભિનયની દુનિયામાં આવવા માંગતા નહતા. તે ક્રિકેટર બનવા માંગતા હતા. પરંતુ, કહેવાય છે ને કે આપણા હાથમાં તો બસ મહેનત કરવાનું હોય છે. પણ નસીબમાં લખેલી હકીકત કોઈ બદલી શકતું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરફાનના ઘરની સ્થિતિ બહુ સારી નહતી, જેના કારણે તે એક્ટિંગ માટે નહીં પરંતુ છઝ્ર રિપેરની ટ્રેનિંગ માટે મુંબઈ આવ્યો હતો. તેણે પંખાની દુકાનમાં કામ કર્યું અને પછી એક દિવસ બોલિવૂડ સુપરસ્ટાર રાજેશ ખન્નાના ઘરે એસી ઠીક કરવા ગયો. એક ઈન્ટરવ્યુમાં ઈરફાને કહ્યું હતું કે તે કોઈ ટેક્નિકલ ટ્રેનિંગ પર હતો અને આ માટે તે જયપુરથી મુંબઈ આવ્યો હતો. અહીં જ તેઓ એકવાર રાજેશ ખન્નાના ઘરે એર કંડિશનર ઠીક કરવા ગયા હતા. એસી રિપેરિંગથી લઈને ફિલ્મો સુધીની સફર ઈરફાન માટે બહુ સરળ ન હતી. ઇરફાન ખાન ફિલ્મ જગતના સ્ટાર હતા, જેમણે થિયેટરની દુનિયામાંથી ફિલ્મી પડદા પગ મૂક્યો હતો અને માત્ર ૫૩ વર્ષની વયે લગભગ ૭૦ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. જેમાં હોલીવુડની કેટલીક ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. ઈરફાનને નાનપણથી જ ક્રિકેટ રમવાનું પસંદ હતું અને તે મોટો થઈને ક્રિકેટર બનવા માંગતો હતો, પરંતુ ઘરની આર્થિક સ્થિતિને કારણે તે પોતાનું સપનું પૂરું કરી શક્યો નહીં. જણાવી દઈએ કે, ઈરફાનને તેની એક્ટિંગ સ્કૂલના ત્રીજા વર્ષમાં ફિલ્મ ‘સલામ બોમ્બે’માં એક નાનકડો રોલ કરવાનો મોકો મળ્યો હતો. આ નાનકડો રોલ બોલિવૂડમાં પગ જમાવવા માટે પૂરતો હતો અને પછી તેણે ક્યારેય પાછું વળીને જાેયું નથી.
બોલિવૂડ એક્ટર ઈરફાન ખાનની પુણ્યતિથિ પર જાણીએ તેમના જીવન સાથે જાેડાયેલી કેટલીક રસપ્રદ વાતો…

Recent Comments