બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા વિષે આ રસપ્રદ વાર્તા જાણો
બોલિવૂડ સ્ટારમાં અનેક સ્ટાર્સ એવા છે જે અલગ-અલગ કામ કરીને પોતાની લાઇફમાં આગળ વધ્યા હોય છે. બોલિવૂડના અનેક સ્ટાર્સની કહાની એવી હોય છે જે તમે જાણો છો તો તમને નવાઇ લાગશે. આવા જ એક એક્ટરની અમે વાત કરી રહ્યા છીએ જે છે રણદીપ હુડ્ડા. બોલિવૂડના સ્ટાર રણદીપ હુડ્ડાનું પાસ્ટ પણ કંઇક આવો જ છે. રણદીપ હુડ્ડાનો જન્મ ૨૦ ઓગસ્ટ ૧૯૭૬ના રોજ હરિયાણાના રોહતક જિલ્લામાં થયો હતો. રણદીપના પરિવારનો બોલિવૂડ સાથે કોઇ કનેક્શન નથી. એવામાં બોલિવૂડ એક્ટર બનવાની કહાની ઘણી રસપ્રદ છે. રણદીપની આ કહાની જાણીને તમને પણ આશ્વર્ય થશે. રણદીપના પિતા મેડિકલ સર્જન છે. રણદીપના માતાની વાત કરીએ તો તેઓ સામાજિક કાર્યકર્તા છે. રણદીપની મોટી બહેન ડોક્ટર છે અને નાના ભાઇ સોફ્ટવેર એન્જિનિયર છે. આમ, વાત કરવામાં આવે તો રણદીપ હુડ્ડાના ફેમિલીમાંથી કોઇ વ્યરક્તિ બોલિવૂડમાં સંકળાયેલ નથી. જાત મહેનતથી પોતે આગળ વધીને નામ રોશન કર્યુ છે. રણદીપના ભણતરની વાત કરીએ તો હરિયાણાના મોતીલાલ નેહરુ સ્કૂલ ઓફ સ્પોર્ટ્સ, બોડિંગ સ્કૂલમાંથી કર્યુ છે. અહીંયા સ્પોટ્સમાં પણ અનેક એક્ટિવિટીમાં ભાગ લીધો અને આગળ વધ્યા. આ સાથે રાષ્ટ્રીય સ્તર પર પણ એવોર્ડ મળ્યા હતા. ત્યારબાદ થિયેટરની દુનિયામાં આગળ વઘવા લાગ્યા. પરંતુ એમનો પરિવાર ઇચ્છતો હતો કે રણદીપ ડોક્ટર બને. આ માટે રણદીપનું એડમિશન દિલ્હી પબ્લિક સ્કૂલ આર કે પુરમમાં લીધુ. રણદીપે એમના ઇન્ટવ્યૂમાં જણાવ્યુ હતુ કે ઓસ્ટ્રેલિયામાં રહેવુ એમના માટે સરળ હતુ નહીં, ત્યાં ટેક્સી ડ્રાઇવરથી લઇને કાર વોશ સુધીનું કામ કરવુ પડ્યુ હતુ. રણદીપ પાછા ભારતમાં આવીને એરલાઇનમાં થોડા સમય માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું. ત્યારબાદ રણદીપે મોડલિંગની શરૂઆત કરી અને થિયેટરમાં કામ કરવાની શરૂઆત કરી. પ્લેના રિહર્સલ દરમિયાન ડાયરેક્ટર મીરા નાયરે એમને એપ્રોચ કર્યા અને અહીંયાથી ફિલ્મની જર્નીની શરૂઆત થઇ. રણદીપ સુષ્મિતા સેનની સાથે ઘણા સમય સુધી રિલેશનમાં રહ્યા હતા. જાે કે પછી બન્નેનું બ્રેક અપ થઇ ગયુ હતુ.
Recent Comments