બોલિવૂડ એક્ટ્રેસ ઈશિતા દત્તા અને વત્સલ શેઠની ખુશીઓ હાલ સાતમા આસમાને
બોલિવૂડ એક્ટ્રેસ ઈશિતા દત્તા અને વત્સલ શેઠની ખુશીઓ હાલ સાતમા આસમાને છે. આ કપલે આ દુનિયામાં તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે. બુધવારે, આ કપલે તેમના પ્રથમ બાળકનું વેલકમ કર્યું હતું, જે બેબીબોય છે. જી હા, એક્ટ્રેસે બુધવારે એક પુત્રને જન્મ આપ્યો હતો, જેના સમાચાર સામે આવતા જ ઇશિતા અને વત્સલના ફેન્સે તેમને ઇન્ટરનેટ પર અભિનંદન આપવાનું શરૂ કરી દીધું હતું. રિપોર્ટ્સ અનુસાર, ઇશિતા અને તેનો પુત્ર બંને સ્વસ્થ છે અને ઇશિતા દત્તાને શુક્રવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. ઇટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, ઇશિતા દત્તા અને તેના લાડલા વિશે વધુ વિગતો શેર કરતા, એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, “બાળક અને માતા બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. શુક્રવારે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. પરિવારની ખુશી હાલ સાતમા આસમાને છે. અત્યારે આખો પરિવાર સૌથી વધુ ખુશ છે.” જણાવી દઇએ કે, પ્રેગનન્સી દરમિયાન ઈશિતા દત્તા અને વત્સલ સેઠ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા હતા. સોશિયલ મીડિયા પર, એક્ટ્રેસે તેની આખી પ્રેગનેન્સી જર્ની ફેન્સ સાથે શેર કરી, ઘણી જબરદસ્ત રીલ્સ અને વીડિયો શેર કરીને ફેન્સને એન્ટરટેઇન કર્યા અને ઇશિતાએ તેના બેબી શાવરની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી. ઇશિતા અને વત્સલ સોશિયલ મીડિયા પરના ફેમસ કપલ્સ માંથી એક છે. સાથે જ જણાવી દઈએ કે આ ડિલીવરી પહેલા એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે વ્હાઇટ આઉટફિટમાં જાેવા મળી રહી છે. એક્ટ્રેસ તેની મિત્ર કીર્તિના ઘરે જાય છે અને તેના બાકીના મિત્રોને મળે છે. આ એક થ્રોબેક વીડિયો હતો, જેને તેણે શેર કર્યો હતો. માર્ચમાં ઈશિતાની પ્રેગનન્સીના ગુડ ન્યૂઝ ફેન્સને મળ્યા હતા. પરંતુ આ કપલે એપ્રિલમાં ઓફિશિયલી તેની જાહેરાત કરી હતી. આ તસવીરોની સાથે તેણે એક મિની નોટ શેર કરી છે, જેમાં લખ્યું છે, “બેબી ઓન બોર્ડ”. આ દરમિયાન ઇશિતાએ પોતાના પ્રેગનન્સી ફોટોશૂટની સુંદર તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી હતી.
Recent Comments