fbpx
બોલિવૂડ

બોલીવુડના ખલનાયક એક્ટર પ્રેમ ચોપરા વિષે જાણો રસપ્રદ વાતો..

૨૩ સપ્ટેમ્બર ૧૯૩૫ના રોજ લાહોરમાં જન્મેલા પ્રેમ ચોપરા આજે પોતાનો ૮૮મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પોતાના જન્મદિવસના અવસર પર પ્રેમ ચોપરાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન લોકોને પોતાની કરિયર વિશે જણાવ્યું. એટલું જ નહીં તેણે હીરો બનવાથી લઈને મનોજ કુમારની ફિલ્મ ‘ઉપકાર’ સુધીની રસપ્રદ વાતો શેર કરી છે. પ્રેમ ચોપડાએ જણાવ્યું કે જ્યારે તેઓ પહેલીવાર ભારત આવ્યા ત્યારે તેઓ ૧૨ વર્ષના હતા, તે સમયે તેમના પિતા સરકારી કર્મચારી હતા.

પ્રેમ ચોપરાએ શિમલાની એસડી સિનિયર સેકન્ડરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો, ત્યાર બાદ પંજાબ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન દરમિયાન નાટકમાં રસ પડ્યો. પ્રેમ ચોપરાએ કહ્યું કે, ‘પિતા ઈચ્છતા હતા કે હું ડૉક્ટર અથવા ભારતીય વહીવટી સેવાનો અધિકારી બનું, પરંતુ અભિનયમાં મારો રસ વધવા લાગ્યો અને હું બોમ્બે (મુંબઈ) આવી ગયો.’ અહીં આવ્યા પછી પ્રેમ ચોપરાએ પોતાનું ગુજરાન ચલાવવા માટે એક અખબારમાં નોકરી લીધી.

આ સમય દરમિયાન તેને પંજાબી ફિલ્મમાં હીરોની ભૂમિકા ભજવવાની તક મળી. પ્રેમ ચોપરા જણાવે છે કે, એક દિવસ લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે તે એક અજાણી વ્યક્તિ સાથે મળ્યો. તેને પૂછ્યું કે શું તે ફિલ્મોમાં કામ કરશે. ન કરવાનો પ્રશ્ન જ નહોતો. તે અજાણ્યા વ્યક્તિ સાથે રંજીત સ્ટુડિયોમાં ગયો. જ્યાં તેણે પંજાબી ફિલ્મોમાં કામ કર્યું. આ સાથે પ્રેમ ચોપરાએ પહેલી ફિલ્મ કર્યા બાદ ત્રણ પંજાબી ફિલ્મો કરી.

પ્રેમ ચોપડાએ પોતાની કારકિર્દી નાની ઉંમરમાં શરૂ કરી હતી અને આ માટે તેમને ફી તરીકે ૨૫૦૦ રૂપિયા મળતા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. પ્રેમ ચોપરાએ ૬૦થી વધુ વર્ષોમાં ૩૮૦ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં પૂનમ કી રાત, કુંવારી, નિશાન, મેરા સાયા, ઝુક ગયે આસમાન, ડોલી, વારિસ, અંજાના, પ્રેમ પુજારી, પૂરબ ઔર પશ્ચિમ, હિંમત, જવાબ, કટી પતંગ, હલચલ, અજનબી, ત્રિશૂલ, કાલા પથ્થર, લૂંટમાર, દોસ્તાના, એક ઔર એક ગ્યાહર, અંધા કાનૂન, પટિયાલા હાઉસ અને બંટી ઔર બબલી ૨ જેવી ઘણી ફિલ્મો સામેલ છે.

Follow Me:

Related Posts