બોલીવુડના ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તી હવે ઓટીટી પ્લેટફોર્મ માં જાેવા મળશે
બોલિવુડના ડિસ્કો ડાન્સર મિથન ચક્રવર્તી હાલ ફિલ્મોમાં ઓછા જાેવા મળી રહ્યા છે.જાેકે ઘણા શોમાં નિર્ણાયક તરીકે હિસ્સો લેતા જાેવા મળે છે. હવે સમાચાર છે કે, મિથુન ચક્રવર્તી ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કરી રહ્યા છે. મિથુને હાલ જ એક વેબ સીરીઝ સાઇન કરી છે. જેમાં તેની સાથે શ્રતિ હાસન પણ જાેવા મળવાની છે. શ્રુતિની પણ આ પહેલી જ વેબ સીરીઝ છે. કહેવાય છે કે, મુકુલ અભ્યંકર આ સીરીઝનું દિગ્દર્શન કરી રહ્યો છે. જેને સિદ્ધાર્થ મલ્હોત્રાએ પ્રોડયુસ કરી છે. આ વેબ સીરીઝનું શૂટિંગ હાલમાં જ પુરુ થયું છે. આ વેબ સીરીઝમાં મિથુન અને શ્રુતિ ઉપરાંત અર્જુન બાજવા, ગૌહર ખાન અને સત્યજીત દુબે પણ મહત્વના રોલમાં જાેવા મળશે. આ વેહ સીરીઝ લેખક રવિ સુબ્રહ્મણ્યની વાર્તા પર આધારિત છે જેને ૨૦૨૨ના પ્રથમ છ મહિનાની અંદર રિલીઝ કરવાની યોજના છે.
Recent Comments