બોલિવૂડ

બોલીવુડના ભાઇજાને આપી આ મોટી ચેલેન્જ, જેને પૂરી કરવા માટે એના ફેન્સને મફતમાં મોંઘી મોટરસાઇકલ જીતવાનો મોકો

નવીદિલ્હી,તા.૧૫બોલિવૂડ સુપર સ્ટાર સલમાન ફરી એક વાર ઇદના તહેવાર પર એના ફેન્સ માટે મહત્વના સમાચાર લઇને આવ્યા છે. સલમાન આગામી ફિલ્મ કિસી કા ભાઇ કિસી કી જાન ઇદના તહેવાર પર રિલીઝ થઇ રહી છે. ફિલ્મનું ટ્રેલર જ્યારથી રિલીઝ થયુ છે ત્યારથી સોશિયલ મીડિયા પર એના વખાણ થઇ રહ્યા છે. સલમાન ખાનના ફેન્સ આ દિવસોમાં રાહ જાેઇને બેઠા છે. ઉલ્લેખનીય છે કે આ બધી વાતો વચ્ચે સલમાને એના ફેન્સનું એક્સાઇટમેન્ટ ચાર ગણું વધારી દીધું છે. સલમાને સોશિયલ મીડિયા પર એક ચેલેન્જ આપી છે જેને પૂરી કરવા માટે એના ફેન્સને મફતમાં મોંઘી મોટરસાઇકલ જીતવાનો મોકો મળશે. શુક્રુવારના રોજ બપોરે સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં એના ફેન્સ માટે વિકેન્ડ પર એક મસ્ત કામ કરવા પર એક મોટરસાઇકલ જીતવાનો મોકો આપી રહ્યો છે.

આ કિમતી બાઇક મેળવવા માટે સલમાને એના ફેન્સને ફિલ્મનો ડાયલોગ સારી રીતે બોલવાનો રહેશે. જે સૌથી સારા અંદાજમાં ડાયલોગ બોલશે એમાંથી બે લોકોને બાઇક મળશે. આ ઓફર સાંભળતાની સાથે જ ફેન્સ ખુશ થઇ ગયા છે. જાે કે થોડી જ મિનિટોમાં વિડીયો વાયરલ થઇ ગયો છે. લોકો કમેન્ટમાં આ બાઇક કેવી રીતે જીતવું એ વિશે વાત કરી રહ્યા છે. આ સાથે જ કેટલાક ફેન્સે લખ્યુ છે કે આ ચેલેન્જને આજે રાત્રે પૂરી કરીશું. તો જાેઇ લો કોણ છે એ લકી વિનર જે ભાઇજાનનો ડાયલોગ બોલીને એનું દિલ અને બાઇક જીતી શકે. નોંધનીય છે કે, આ ફિલ્મ ઇદ ૨૦૨૩ના રોજ રિલીઝ થશે. આ દુનિયાભરના સ્ટૂડિયોમાં રિલીઝ થશે. આ ફિલ્મ કોમેડી, ડ્રામ અને રોમાન્સથી ભરપૂર છે.

Related Posts