બોલીવુડના ૯૦ના દાયકાના ખલનાયક અને એક્ટર ગુલશન ગ્રોવર વિષે જાણો રસપ્રદ વાતો..ગુલશન ગ્રોવર ૪૦૦ થી વધુ ફિલ્મો પણ મોટાભાગની ફિલ્મોમાં તે ખલનાયક જ બન્યા
બોલિવૂડમાં બેડમેન તરીકે પ્રખ્યાત ગુલશન ગ્રોવરને આજે કોઈ ઓળખની જરૂર નથી. ૯૦ના દાયકાનો ખતરનાક ખલનાયક ગુલશન ગ્રોવર લોકપ્રિયતાના મામલે હીરોને પણ ટક્કર આપતો હતો. હીરો બનવાનું સપનું લઈને મુંબઈ આવેલા ગુલશન ગ્રોવરને ટૂંક સમયમાં સમજાયું કે તે વિલનની ભૂમિકામાં વધુ ફિટ થઈ રહ્યો છે. ગુલશન ગ્રોવરે ૪૦૦ થી વધુ ફિલ્મો કરી છે, જેમાંથી મોટાભાગની ફિલ્મોમાં તે વિલન બન્યો છે. ગુલશન ગ્રોવરનું અંગત જીવન પણ ઉથલપાથલથી ભરેલું હતું. ૫ વર્ષમાં બે વાર લગ્ન કર્યા પછી પણ ગુલશન ગ્રોવર આજે એકલો છે.
૨૧ સપ્ટેમ્બર ૧૯૫૫ના રોજ જન્મેલા ગુલશન ગ્રોવરે દિલ્હી યુનિવર્સિટીમાંથી કોમર્સમાં માસ્ટર્સ ડિગ્રી લીધી હતી. પરંતુ અભિનય પ્રત્યેનો તેમનો શોખ તેમને મુંબઈ લઈ આવ્યો અને તેઓ અહીંની અભિનય શાળામાં જાેડાયા. ગુલશન ગ્રોવર અને અનિલ કપૂર એક્ટિંગ સ્કૂલમાં ક્લાસમેટ હતા. ગુલશન ગ્રોવરે ૧૯૮૦માં ફિલ્મ ‘હમ પાંચ’થી ડેબ્યૂ કર્યું હતું. એક અભિનેતા તરીકે જ્યારે તેની ફિલ્મો કંઈ ખાસ કરી શકી ન હતી ત્યારે તેણે ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવવાનું શરૂ કર્યું હતું. લોકો ગુલશન ગ્રોવરને એક ભયાનક વિલન તરીકે યાદ કરવા લાગ્યા.
૯૦ના દાયકાના પ્રખ્યાત ખલનાયક ગુલશન ગ્રોવરે અભિનયમાં મોટા હીરો સાથે સ્પર્ધા કરવાનું શરૂ કર્યું. તેને ખૂબ જ ઝડપથી સમજાયું કે લોકો તેને નેગેટિવ રોલમાં વધુ પસંદ કરવા લાગ્યા છે. ગુલશન ગ્રોવરે સોની મહિવાલ, દૂધ કા કર્ઝ, ઇઝ્ઝત, સૌદાગર, કુરબાન, રામ લખન, અવતાર, ક્રિમિનલ, મોહરા, દિલવાલે, હિન્દુસ્તાન કી કસમ, હેરા ફેરી, લજ્જા, કર્ઝ, એજન્ટ વિનોદ સહિત ૪૦૦ થી વધુ ફિલ્મો કરી છે. ગુલશન ગ્રોવરનું અંગત જીવન બહુ સફળ રહ્યું ન હતું. ૧૯૯૮માં ગુલશન ગ્રોવરે ફિલોમિના સાથે લગ્ન કર્યા અને ૩ વર્ષ પછી બંનેએ છૂટાછેડા લીધા. સંજય ગ્રોવર ગુલશન ગ્રોવર અને ફિલોમિનાનો પુત્ર છે. છૂટાછેડા બાદ કોર્ટે પુત્રની કસ્ટડી ગ્રોવરને આપી હતી. આ પછી ૨૦૦૧માં જ અભિનેતાએ કશિશ સાથે બીજા લગ્ન કર્યા. આ સંબંધ એક વર્ષ પણ ટકી શક્યો નહીં અને ૨૦૦૨માં ગુલશન અને કશિશના છૂટાછેડા થઈ ગયા. કહેવાય છે કે બંને વચ્ચે પુત્રને લઈને ઝઘડો થયો હતો.
Recent Comments